સુરત : શહેરમાં દિવસે દિવસે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. સરકારી કર્મચારી હોય કે પછી બિનસરકારી કર્મચારી કોઈક ને કોઈક રીતે ભ્રષ્ટાચારના સમાચારો આવતા રહે છે. પરતું તેઓ ACB પોલીસના હાથે (Surat Crime News) પણ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. તેમ છતાં સરકારી કર્મચારીઓ કોઈકને કોઈક રીતે ભ્રષ્ટાચાર કરતા જ હોય છે. આવી જ એક ઘટના શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ કોન્સ્ટેબલ પર ACB ટ્રેપ ગોઠવતા 1,50,000 રૂપિયાની લાંચ લઈ ફરાર થઇ ગયો છે. હાલ આ મામલે ACB પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલને શોધવા માટે તપાસ હાથ ધરી છે. (police constable bribe in Surat)
આ પણ વાંચોનારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ
શું હતી ઘટનાસુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી તાપી નદી કિનારે રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેન એ ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલવામાં આવ્યો હતો. ત્યાં ફરિયાદીને આ બાબતની માહિતી ખાણ ખનીજ વિભાગને જાણ નહીં કરવા તેમજ ટ્રેક્ટર છોડી દેવાના અવેજ પેટે 2,00,000 રૂપિયા લાંચની માંગણી હતી. (Uttran police constable bribe)