સુરતમાં વધુ એક જર્જરિત ઈમારત ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત - Gujarat
સુરત: શહેરમાં આવેલા પુણાગામ વિસ્તારના પટેલ ફળિયામાં એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. જેમાં 2 બાળકો સહિત એક મહિલાને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
sur
સુરતમાં આવેલા પુણાગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતા ત્રણ લોકો દબાઇ ગયા હતા, આ અકસ્માતમાં 2 બાળકો સહિત એક મહિલા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી જર્જરિત ઇમારતના કાટમાળમાંથી દબાયેલા બાળકો સહિત મહિલાને રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર અર્થે સુરત સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.