ગુજરાત

gujarat

ETV Bharat / state

GST પોર્ટલની ટેક્નિકલ ખામી, સુરતી વેપારીઓમાં રોષ - સુરત ન્યુઝ

રાજ્યમાં જીએસટી પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ ટેક્સ કન્સલ્ટન્ટને પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેના વિરોધમાં રોજ સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા હાથમાં પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ટેક્નિકલ ખામી અને જીએસટીમાં ઉઠેલી ફરિયાદના કારણે વેપારીઓ અને વકીલોએ લેટ ફીના 1800 કરોડ ભરવા મજબૂર બનવું પડ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.

જીએસટી પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી
જીએસટી પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી

By

Published : Feb 13, 2020, 12:29 PM IST

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી કાયદા બાદ જીએસટી પોર્ટલની ખામીની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જીએસટી પોર્ટલમાં ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. તેવી અવારનવાર પડતી મુશ્કેલીઓ અંગે વેપારીઓ અને ટેક્સ બાર એસોસિયેશન દ્વારા સ્ટેટ જીએસટી, ચેરમેન સહિત જે તે વિભાગમાં લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જીએસટી પોર્ટલમાં આવતી ખામીઓ દૂર કરવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી હોવાના આક્ષેપ સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યાં છે.

જીએસટી પોર્ટલની ટેક્નિકલ ખામીના કારણે વેપારીઓમાં રોશની લાગણી

આ અંગેના વિરોધ સાથે સુરત ખાતે હાથમાં કાળી પટ્ટી બાંધી ટેક્સ બાર એસોસિયેશનના સભ્યોએ દેખાવો કર્યા હતા. આ તકે વિરોધના વંટોળ વચ્ચે એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, છેલ્લા ૩૧ મહિનાઓથી આ સમસ્યાઓ ચાલી આવી છે. અનેક રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી. જેનો ભોગ વકીલો અને વેપારીઓએ બનવુ પડ્યું છે. જેના કારણે 1800 કરોડની લેટ ફી ભરવાની નોબત પડી છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો વિરોધની કોઈ અલગથી રણનીતિ ઘડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details