- મન મલ્હાર આવાસમાં ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા
- રહીશોનું વિરોધ પ્રદર્શન
- પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત
સુરતઃ વેસુ વિસ્તરમાં આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. દરમિયાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજદિન સુધી ફ્લેટનો કબજો ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી આજે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબજો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.
સુરતમાં ધારકોને આવાસન મળતા લોકોમાં રોષ, પાલિકાના અધિકારીઓનીએ કરી સ્થળ મુલાકાત 2018માં યોજવામાં આવ્યો હતો ડ્રો
વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણા ચૂકવી દીધા હોવા છતાં 2 વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોપવામાં આવ્યો નથી. જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ફ્લેટનો કબજો તાત્કાલિક આપવા માગ કરી હતી.
પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબજો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.