ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા - હોસ્પિટલોમા દાખલ દર્દીઓ

સુરતના કિમ વિસ્તારમાં આજથી 23 વર્ષ પહેલા કોઈ ભૂખ્યા ન સુવે તે માટે એક દંપતીએ સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. સંસ્થાએ અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધુ જરૂરીયાતમંદ અને ભુખ્યા લોકોને ભોજન પહોંચાડી શિક્ષક દંપતીએ આતરડી ઠારી છે. હાલ આ દંપતી દ્વારા શહેરની હોસ્પિટલ્સમાં ભોજન પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા
સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા

By

Published : May 26, 2021, 4:25 PM IST

  • ટુકડો ત્યાં હરિ ઢુકડો કહેવતને સાર્થક કરતા શિક્ષક દંપતી
  • 23 વર્ષ અગાઉ શરૂ થયેલા આ સેવાકાર્ય હોસ્પિટલોને પહોંચાડે છે ભોજન
  • સંસ્થાએ અત્યાર સુધી 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડ્યું

સુરત: શહેરના કિમ વિસ્તારમાં એક દંપતી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આ દંપતી છેલ્લા 23 વર્ષથી વિસ્તારમાં કોઈ માણસ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી શિક્ષક દંપતીએ એક સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. આ સેવાયજ્ઞની શરૂઆત તેઓએ પોતાના ઘરેથી કરી હતી. તેઓ પોતાના ઘરે રાંધેલો ખોરાક વધ્યો હોય એ કિમ રેલવે સ્ટેશન પર જઈને ભુખ્યાઓની જમાડતા હતા. આમ, થોડો સમય જતાં ધીમે ધીમે આ સેવાયજ્ઞમાં ગામલોકો જોડાતા ગયા અને લોકો આ સંસ્થાને મદદ કરતા ગયા. ત્યારે, 23 વર્ષ પહેલાં શરૂ કરેલો સેવા યજ્ઞ આજે માત્ર કિમ રેલવે સ્ટેશન પર જ નહીં પણ હોસ્પિટલો સુધી પહોંચી ગયો છે.

સુરતમાં એક સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા

આ પણ વાંચો:સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી

સંસ્થાએ 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને જમવાનું પહોંચાડ્યું

આ દંપતી અને અન્ય લોકો દ્વારા કિમની તમામ હોસ્પિટલોમા દાખલ દર્દીઓને તેમજ દર્દીના પરિવારજનો સવાર સાંજ નિઃશુક ભોજન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ સંસ્થાએ 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને જમવાનું પહોંચાડ્યું છે. આથી, આ શિક્ષક દંપતીના કાર્યને હાલ સૌ કોઈ આવકારી રહ્યા છે.

આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં 24 કલાકમાં 1,350 લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

દંપતીએ પોતાના ઘરેથી જ આ કાર્યની શરૂઆત કરી

શિક્ષક દંપતીએ ભુખ્યાઓને જમવાનું આપવાનું નક્કી કરી પોતાના ઘરેથી જ આ કાર્યની શરૂઆત કરી હતી. તેઓ પોતાના ઘરેથી જ જમવાનું બનાવી ભુખ્યાઓને પીરસી રહ્યા હતા. ત્યારે, હાલ ગામલોકોના તેમજ દાતાઓના સાથ સહકાર થતી આજે 1.25 કરોડના સુવિધાયુક્ત સંસ્થાના મકાનમાં કાર્યરત થઈ આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની માતાની જેમ સાબિત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details