- આઠમના પર્વ નિમિત્તે મા અંબેને છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા
- અંબિકા નિકેતન મંદિરમાં ઓનલાઈન દર્શનની વ્યવસ્થા
- કોરોનાની મહામારીના કારણે નવરાત્રિને મોટું ગ્રહણ
સુરતઃ આજે આઠમના પર્વ નિમિત્તે પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતન મંદિરમાં આદ્યશક્તિ મા અંબેને વિવિધ જાતની મીઠાઇ અને વાનગીઓ મળી છપ્પન ભોગ ચઢાવવામાં આવ્યા હતા. આશરે પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અંબિકા નિકેતન મંદિરના પ્રાગણ ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યા હતા. જેથી અંબિકા નિકેતન મંદિરમાં ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર જોવા મળ્યા હતા. જ્યાં ભક્તોએ પ્રોજેક્ટના માધ્યમથી આદ્યશક્તિમાં અંબેના દર્શનનો લાભ મેળવ્યો હતો.
સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલું અંબિકા નિકેતન મંદિર 50 વર્ષ જૂનું પૌરાણીક મંદિર છે. અહીં ચૈત્રી અને આસો નવરાત્રીના પર્વે લાખો ભક્તોનો ધસારો રહે છે. જેમાં ખાસ કરીને આસો નવરાત્રિના આઠમના દિવસે પાંચ વાગ્યાથી જ લાખો ભક્તોની લાંબી કતારો જોવા મળે છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રિને મોટું ગ્રહણ લાગ્યું છે.