સુરત સ્મીમેર કોવિડ હોસ્પિટલની બેદરકારી આવી સામે
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી વૃદ્ધાને ઘરે લઈ જતા રસ્તામાં જ મોત
મનપાએ વૃદ્ધાનો મૃતદેહ લઈ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપ્યો
સુરત સ્મીમેર કોવિડ હોસ્પિટલની બેદરકારી આવી સામે
હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી વૃદ્ધાને ઘરે લઈ જતા રસ્તામાં જ મોત
મનપાએ વૃદ્ધાનો મૃતદેહ લઈ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં મોકલી આપ્યો
સુરત: સુરતમાં દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે. જેને લઇને સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ-19 હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 13મી જુલાઇના રોજ પુણા વિસ્તારમા રહેતા વૃદ્ધાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
17મી જુલાઇના રોજ સાંજે છ વાગ્યે હોસ્પિટલે પરિવારને જાણ કરી હતી કે, વૃદ્ધા સાજા થઇ ગયા છે, તેમને ઘરે મુકવા આવીએ છીએ. જો કે, બાદમાં રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામા હોસ્પિટલ તંત્ર દ્વારા એવુ કહેવામા આવ્યું કે, બસમા સંખ્યા વધુ હોવાથી તેમને કાપોદ્રા પોલીસ મથક પાસે છોડીએ છીએ. પરિવાર જ્યારે કાપોદ્રા પહોચ્યું હતું, ત્યારે વૃદ્ધાને ફુટપાથ પર સુવડાવ્યા હતાં.
પરિવારે વૃદ્ધાને લઇને ઘરે પહોચતા ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. આ ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયાએ ઘરે પહોચી મ્યુ.કમિશનરને જાણ કરી હતી. જો કે, તેમને ફોન કરતા તેઓએ ઉપાડ્યો ન હતો.
બાદમાં તેમણે મેયરને ફોન કરતા કોર્પોરેટરે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું હતું. જો કે, મેયરે ફરિયાદ ન કરવાનું કહી તાત્કાલિક શબવાહીની ઘરે મોકલી આપી હતી. તંત્રએ વૃદ્ધાની ઼બોડીને સ્વીકારી સ્મીમેરના પીએમ રુમમાં ખસેડવામા આવી હતી, ત્યારે હવે આ ઘટના બાદ હોસ્પિટલના ડીન દ્વારા કોઇ પગલાં લેવામા આવે છે કે, કેમ તે જોવાનું રહ્યું.