- એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર આઇસોલેશન સેન્ટરની જવાબદારી ગામના સરપંચને સોંપી દીધી
- શાળામાં 10 ગાદલા નાખી શરૂ કરી દીધું આઇસોલેશન સેન્ટર
- આઇસોલેશન સેન્ટરમાં કોઈ સુવિધા ન હોવાથી દર્દીઓ આવવાનું ટાળી રહ્યા છે
સુરતઃ સરકારે હાલ મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું છે. પણ આ અભિયાન આદિવાસી ગામોમાં ફક્ત દેખાડો જ હોય તેવું સાબિત થઈ રહ્યું છે, કારણ કે માંડવીના વદેશીયા ખાતે પ્રાથમિક શાળામાં 10 ગાદલા નાખી કોવિડ કેર આઇસોલેશન તૈયાર કર્યું હોવાનું જાહેર કરાયું છે. મારુ ગામ કોરાના મુક્ત ગામનું નામ આપી ખર્ચ કર્યા વગર શરૂ કરેલા અભિયાનમાં ગામના સરપંચના માથે આઇસોલેશન સેન્ટર બનાવાની જવાબદારી સોંપી દીધી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં આઈસોલેશન સંગીત પ્રોગ્રામમાં 13 વર્ષીય નન્હે ઉસ્તાદની સાથે દર્દીઓ ઝૂમી ઉઠ્યા
આ આઇસોલેશન સેન્ટરમાં કોઈપણ પ્રકારની સુવિધા નથી