ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Civil App: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપ થશે કાર્યરત

સુરતની નવી સિવિલ હોસ્પિટલ આધુનિક બની રહ્યી છે. સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપ કાર્યરત કરવામાં આવશે. જે થકી ડૉક્ટર જેતે વોર્ડના પેસન્ટ પાસે જઈને તેમની સારવાર કરશે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઝડપથી સુવિધાઓ સારવાર મળી રહેશે. ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપથી જેતે વિભાગના ડોક્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવશે.

An internal reference system app will be implemented in the new civil hospital of Surat
An internal reference system app will be implemented in the new civil hospital of Surat

By

Published : Apr 2, 2023, 2:20 PM IST

ઇન્ટર્નલ રેફરેન્સ સિસ્ટમ એપ થશે કાર્યરત

સુરત: આ સિસ્ટમ હાલ પૂરતું કઈ રીતે કાર્ય કરે છે, તેની માટે કામચલાઉ ચાલુ કરવામાં આવ્યું છે. ડીજીટલ રેફરન્સીસ સીસ્ટમની સુવિધાથી વિવિધ વિભાગમાં દાખલ દર્દીના સારવાર સંબંધિત નીકળતા અન્ય વિભાગને લગતા આંતરીક રેફરન્સના નોટીફીકેશન જે તે વિભાગના ડોક્ટરના મોબાઇલ ફોન ઉપર જ આવશે તથા ડોક્ટર જે તે વોર્ડમાં આવીને રેફરન્સવાળા દર્દીની ચકાસણી કરી જરૂરી સારવાર પણ આપી શકશે.

ડોકટરને ડીજીટલ રેફરન્સ:આ ડીજીટલ સુવિધાના લાભો જેવા કે, જે તે ડોકટરને ડીજીટલ રેફરન્સ મળતા ડોક્ટર રેફરન્સવાળા વોર્ડમાં બેડ સાઇડ આવીને દાખલ કરવામાં આવેલ દર્દીની ચકાસણી કરી સારવાર આપી શકશે, દર્દી માટે કરેલ અન્ય વિભાગનું રેફરન્સ રીઅલ ટાઇમમાં જ જે તે વિભાગના ડૉક્ટરને મળતા ઇમરજન્સી રેફરન્સમાં ડોક્ટર સત્વરે આવીને દર્દીની ચકાસણી કરી શકશે. મેન્યુઅલ પધ્ધતિથી મોકલવામાં આવતા રેફરન્સમાં વપરાતા માનવબળની બચત અને બિનજરૂરી માનવ કલાકોના સમયનો વ્યય થતો અટકાવી શકાશે. જેથી દર્દીઓ માટે વધુ સારી રીતે સારવાર માટે માનવબળ વાપરી શકાય.

સીધે સીધુ મોનીટરીંગ:આમ, જે તે વિભાગના અને યુનિટના તબીબને મળતા ડીજીટલ રેફરન્સીસમાં રોજીંદા કેટલા દર્દીને તપાસીને સારવાર કરવામાં આવી તે અંગેનું સીધે સીધુ મોનીટરીંગ જે તે વિભાગના વડા અને યુનિટના હેડ સાથે કરી શકશે. પરીણામે રોજીંદી કરવામાં આવતી કામગીરીનું Real-time Documentation થઇ શકશે.અને આ સિસ્ટમ વિશે આજરોજ ડોક્ટર અને હોસ્પિટલના તમામ નર્સને માહિતી આપવામાં આવી હતી. નવો ડીજીટલ રેફરન્સીસ સીસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જે કામ ઓનલાઇન રહેશે.

નવો ડીજીટલ રેફરન્સીસ સીસ્ટમ:આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, અમારી નવી સિવિલ હોસ્પિટલમાં નવો ડીજીટલ રેફરન્સીસ સીસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જે કામ ઓનલાઇન રહેશે. જેમકે, ઇન્ટરનલ રેફ્રેશનું પેહલા ફિઝિકલ ધોરણે કરવામાં આવતું હતું કોઈપણ પેશન્ટ કોઈ વોર્ડમાં દાખલ હોય ત્યારે તે પેશન્ટને સર્જરીમાં લઇ જવું પડતું હતું ત્યારે તેમની સાથે એક સર્વન્ટ સાથે રહેતો હતો. પછી ત્યાં ડોક્ટર માટે પણ તેને વેટ કરવું પડતૂં હતું ત્યારબાદ ડોક્ટર એને જોઈ તપાસી ફરી પાછી બોર્ડમાં લાવવામાં આવતો હતો. આ પ્રોસિજરમાં ખૂબ જ લાંબો ટાઈમ જોતો હતો.

Somnath Saurashtra Tamil Sangam: 3000 તમિલો બનશે ગુજરાતના મહેમાન, 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ

આજ પ્રકારની સિસ્ટમ અમદાવાદમાં પહેલાથી કાર્યરત: હવે એમ લોકોએ આની માટે એક ઓનલાઇન એપ ડાઉનલોડ કર્યું છે.જે એપ ને હોસ્પિટલમાં ડોક્ટર નિલેશ કાછડીયા દ્વારા બનાવામાં આવ્યું છે.અને આજ પ્રકારની સિસ્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહેલાથી કાર્યરત છે.અને આની માટે હોસ્પિટલના તમામ ડોક્ટરોને ઓનલાઈન મેસેજ આપી દેવામાં આવશેકે, જેતે વોર્ડમાં આ પેશન્ટ છે.તેની માટે ડૉક્ટર પેસન્ટ પાસે જઈને તેમની ટ્રીટમેન્ટ કરશે. જેથી પેસન્ટને કસે જવાની જરૂર પડશે નહિ.

Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

આ સિસ્ટમના કારણે સમય મર્યાદામાં ફાયદો થશે: વધુમાં જણાવ્યુંકે, આ ઓનલાઇન સિસ્ટમના કારણે સમય મર્યાદામાં પણ ખૂબ જ ફાયદો થશે. તે મેસેજ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ પાસે પણ હશે. અને પેસન્ટની ટ્રીટમેન્ટ થઈ ગયા બાદ આ સિસ્ટમમાં મેસેજ પણ છોડવામાં આવશે. જેથી સુપ્રીટેન્ડેન્ટને પણ અને અન્ય RMO ડૉક્ટરસ ને પણ ખ્યાલ આવી જશેકે, જે તે પેશન્ટની જે તે ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે. અને આ સિસ્ટમની મોનિટરિંગ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ઓફિસ ઉપરથી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details