- વાપીમાં કૉંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
- કારોબારી મિટિંગમાં પાલિકા અને ગ્રામ્યની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી
- કેટલાક કાર્યકરોએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી
વાપી: સોમવારે વાપી શહેર કૉંગ્રેસ સમિતિ અને વાપી તાલુકા સમિતિ દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારોબારી મિટિંગમાં આગામી વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત અને ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નગરપાલિકામાં ચૂંટણી લડવા 9 જેટલા અને ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા 8 જેટલા ઉમેદવારોએ ટિકિટની દાવેદારી પણ કરી હતી.
વાપી નગરપાલિકામાં અત્યારે ભાજપનો કબજો
ઉમેદવારો અંગે તેમજ જીત અંગે મોવડીઓએ ચર્ચા વિચારણા કરી ગત ચૂંટણીમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણીમાં કૉંગ્રેસે કારમી હાર સહન કરી વિરોધપક્ષની ભૂમિકામાં બેસવું પડ્યું હતું. ત્યારે સંભવિત આગામી નવેમ્બર માસમાં વાપી નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં વાપી શહેર કૉંગ્રેસ સમિતિના સંગઠનને મજબૂત કરી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસ વાપી પાલિકા કબજે કરે તેના ઉપર ચર્ચા કરવા તેમજ ડિસેમ્બર આસપાસ યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ કૉંગ્રેસ સારું પ્રભુત્વ બતાવી શકે તે માટે સોમવારે વાપી શહેર કૉંગ્રેસ સમિતિ અને વાપી તાલુકા સમિતિ દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલિકા કબજે કરવા મહત્વની ચર્ચા કરવામાં આવી
નગરપાલિકામાં ચૂંટણી લડવા 9, ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા 8 જેટલા ઉમેદવારોએ ટિકિટની દાવેદારી મળતી વિગતો મુજબ કારોબારી મિટિંગમાં નગરપાલિકામાં નગરસેવકની ચૂંટણી લડવા 9 જેટલા અને ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા 8 જેટલા ઉમેદવારોએ ટિકિટની દાવેદારી પણ કરી હતી, જે અંગે મોવડીઓએ તમામને આશ્વાસન આપી તેમણે બતાવેલ જૂસ્સા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં આ દાવેદારી કરનાર કાર્યકરો અંગે પાર્ટી લેવલે ચર્ચા કરી યોગ્ય પ્રત્યુત્તર પાઠવવામાં આવશે તેવી હૈયા ધરપત આપી હતી.
કાર્યકર્તાઓમાં ચૂંટણીને લઈને ખુશીની લહેર
કૉંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ચૂંટણીને લઈને ખુશીની લહેર જોવા મળી કારોબારી મિટિંગમાં આવનારી વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત અને ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. કારોબારીની મિટિંગમાં તમામ કૉંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ચૂંટણીને લઈને ખુશીની લહેર જોવા મળી હતી. કારોબારીની મિટિંગમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી, વાપી નગરપાલિકાના વિરોધપક્ષ નેતા ખંડુ પટેલ, વાપી નગરપાલિકાના સભ્ય પીરૂભાઈ મકરાણી, વાપી તાલુકા પ્રમુખ રમેશ પટેલ સહિત ભીલાડવાલા બેંકના સભ્ય, વાપી શહેર યુથ કૉંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ મંત્રી, વાપી શહેર કૉંગ્રેસ મહિલા પ્રમુખ, વલસાડ જિલ્લા માઇનોરીટી પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો: કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી?
વધુ વાંચો: વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ, સમાજના 84 શિક્ષકોને અપાયો બ્રહ્મતેજ એવોર્ડ