સુરત :શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી કહો કે, લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. શુક્રવારે નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પર એક વૃદ્ધાને લઈ જવામાં આવ્યાં હતા. આ દરમયાન અહીં સ્ટ્રેચર તૂટી ગયું હતું અને વૃદ્ધા નીચે રોડ પર પટકાયા હતા. ત્યાર બાદ ત્યાં હાજર લોકો વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા. વૃદ્ધાના બંને પગ પર પ્લાસ્ટર લગાડવામાં આવ્યા હતા, એટલું જ નહીં તેઓની સ્થિતિ પણ ગંભીર હોવાનું જણાયું હતું.
સ્ટ્રેચર તૂટતા વૃદ્ધા નીચે પટકાયા: સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી ઉજાગર થઈ છે. ત્યારે શુક્રવારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી હતી. બન્યું એવું કે એક વૃદ્ધ મહિલાના બંને પગે ફ્રેકચર થયું હતું, જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં વોર્ડમાં લઇ જવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સ્ટ્રેચર આપવામાં આવ્યું હતું, જેથી વૃદ્ધાના પરિવારજનો જાતે જ વૃદ્ધાને સ્ટ્રેચર પર વોર્ડમાં લઈને જતા હતા. તે દરમિયાન સ્ટ્રેચર તૂટી ગયું હતું અને વૃદ્ધા નીચે પટકાયા હતાં.
પરિવારને થયો કડવો અનુભવ: સુરતની હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 70 વર્ષીય વૃદ્ધાને જ્યારે પરિવારજનો સ્ટ્રેચર પર સુવડાવીને વોર્ડમાં લઈ જતાં હતાં, ત્યારે હોસ્પિટલનો કોઈ સ્ટાફ તેમની સાથે ન હતો, આ દરમિયાન કાટ ખાઈ ગયેલું સ્ટ્રેચર પહેલે થી જ તૂટેલી હાલતમાં હતું જેથી તેને કપડું બાંધવામાં આવ્યું હતું. આ સ્ટ્રેચર આખરે વૃદ્ધાનો વજન ન ઝિલુ શક્યું અને તૂટી ગયું હતું, અને વૃદ્ધા ઉંધા માથે રોડ નીચે પટકાયા હતા. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો તેઓની મદદે દોડી આવ્યા હતા. મહિલા આશરે પાંચ મિનિટ સુધી આવી જ પરિસ્થિતિમાં રોડ પર પડ્યા રહ્યાં હતાં. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતા હોસ્પિટલ સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને બીજું સ્ટ્રેચર પણ મંગાવવામાં આવ્યું હતું. અને વૃદ્ધાને વોર્ડ સુધી પહોચાડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઈને પરિવારજનોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી, ત્યારે સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી ફરી એકવાર સામે આવી છે.
અમે તપાસ કરીશું: આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ઘટના અંગે હાલ જાણ નથી પરંતુ શું મામલો છે તે અંગેની અમે તપાસ કરાવીશું. જો આવી ઘટના બની છે તો કઈ રીતે બની છે અને કોની ભૂલ છે તે અંગેની અમે તપાસ કરીશું.
- ડોક્ટરોને સલામ, 1 વર્ષની બાળકીનો ખભાથી છુટો પડેલો હાથ ફરી જોડી દીધો
- ઈન્જેક્શનને લીધે ઈન્ફેક્શન લાગવાથી 4 વર્ષના બાળકનો હાથ કાપવો પડ્યો, પિતાના આરોપ બાદ તપાસનો આદેશ કરાયો