ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મોત

સુરત : કતારગામ વિસ્તારમાં બેલગામ બનેલી સીટી બસના ચાલકે મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લેતા ઘટનામાં યુવકનું કરુણ મોત નીપજયું હતું. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોનો ચમત્કારીક બચાવ થયો હતો.

surat
સુરત

By

Published : Jan 3, 2020, 1:44 PM IST

સુરત શહેરના રસ્તાઓ પર દોડતી બ્લુ કલરની સીટી બસ લોકો માટે મોતની બસ સાબિત થઈ રહી છે. છેલ્લા બે માસ દરમિયાન સુરતમાં BRTS અને સિટી બસ અડફેટે કુલ 5 લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટના બાદ લોકોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મોત

કતારગામ દરવાજા વિસ્તારમાં મનપા સંચાલિત બ્લુ કલરની સિટી બસના ચાલકે ગતરોજ બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને અડફેટે લીધા હતા. જયારે પરિવારના એક સભ્યનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં યુવક પોતાનું જન્મદિવસ ફોઈના ઘરે મનાવીને જઇ રહ્યો હતો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.

ઘટનાના પગલે યુવકના મોતને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ધસી આવ્યા હતા. જ્યાં ટોળાનો રોષ પારખી ગયેલા ચાલકે બસ સ્થળ પર જ મૂકી નાસી છુટ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા કતારગામ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડયો હતો. તેમજ આગળની તપાસ શરૂ કરી હતી.

આ દરમ્યાન ફરાર બસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બસ ડ્રાઈવર વિજય પાટીલની ધરપકડ કરવામાં આવી હતી. બીજીતરફ આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજમાં સિટી બસનો ચાલક બેફામ બસ હંકારી મોટરસાયકલ પર સવાર પરિવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details