સુરતના હજીરા રોડ પર અકસ્માત, 3 લોકો ઘાયલ - Accident
સુરત: અકસ્માતના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરતમાં હજીરા નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સદ્ભાગ્યે કોઇનો જીવ ગયો નહોતો. માત્ર ઇજા થઇ હતી.
સુરતના હજીરા રોડ પર અકસ્માત, 3 લોકોને ઇજા
સુરતમાં હજીરા નજીક પિકપ જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં જીપમાં સવાર 2 મજૂરો અને 1 ક્લીનરને ઇજા થઇ હતી. જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.