સુરતઃગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સુરતમાંથી (Amit Shah Surat Gujarat) એલાન કર્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ઓપ્શન (Ethanol Petrol Diesel option) ઈથેનોલ બની રહેશે. રાજ્યના 9 જિલ્લાઓમાં મકાઈનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. ઈથેનોલનો ઉપયોગ ખેડૂત કરી શકે છે એટલે ખેડૂત (Amit Shah Surat Function) વર્ગને પણ મોટો ફાયદો થશે.
મોટો ઑપ્શન મળી રહેશેઃ સુરતના હજીરા ખાતે કૃભકો દ્વારા આયોજિત કાર્યક્રમમાં અમિત શાહએ હાજરી આપી હતી. જ્યાં સંબોધન કરતા તેમણે આ વાતો કરી હતી. કૃભકો દ્વારા બાયો ઇથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ અમિત શાહના હસ્તે કરવામાં આવ્યો છે. સુરતના હજીરામાં કૃભકો કંપની આવેલી છે. જે હવે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારશે. અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની બાયો ફ્યુઅલ પોલિસીથી પ્રેરણા લઈને પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. કૃભકો દ્વારા કુલ ત્રણ બાયો ઇથેનોલ પ્લાન્ટ નાખવામાં આવશે. જેના કારણે ગુજરાતની પ્રજાને પેટ્રોલ ડીઝલ જેવા મોટા અને મહત્ત્વનો ફ્યૂલનો મોટો ઓપ્શન મળી રહેશે.
શિલાન્યાસ થયોઃસુરતમાં આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કંપનીના ત્રણ પૈકીના પ્રથમ પ્લાન્ટનો શિલાન્યાસ બુધવારે સુરતમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાહે ઉમેર્યું હતું કે, પીએમ મોદીના પર્યાવરણ સુધાર અને ખેડૂતોની આવકને બમણી કરવી, મુદ્રા વિકાસ સહિત ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે આ એક મહત્ત્વની કડી છે. ખરાબ મક્કાઈના વેસ્ટમાંથી (મકાઈના છોંતા) ઈંધણ બનવવા માટે ઉપયોગી બનશે. જે અર્થ તંત્ર માટે ઉપયોગી બની રહેશે .જ્યારે ખરાબ મક્કાઈ હોય તો ખેડૂતો નિરાશ થઈ જતા હોય છે ત્યારે આ વસ્તુ ઈથેનોલના નિર્માણ માટે મોટો ભાગ ભજવશે. અન્ય ઉત્પાદના વેસ્ટ માંથી પણ ઇથેનોલ બનશે.
આર્થિક લાભઃપેટ્રોલ આયાત ઓછી થશે તેના કારણે પણ આર્થિક રીતે લાભ થશે .ઇથેનોલ બનાવ્યા બાદ જે બચશે તે પશુપાલન માટે કામ આવશે. ચારો બનાંવવા કામ લાગશે. આત્મનિર્ભર બનવા બાયો ડીઝલ એક સારો વિકલ્પ છે. ઇથેનોલ પોલિસી વૈજ્ઞાનિક પ્રયાસ છે. આ ક્ષેત્રમાં અનેક સંભાવનાઓ છે. આનાથી ખેડૂતોને એક મોટું માર્કેટ મળી રહેશે. મોદીના નેતૃત્વમાં પ્રદુષણ ઘટાડવા માટેના અનેક પગલાં લેવામાં આવ્યા છે. આજે અમૂલ જેવી કંપનીઓએ એક એક્સપોર્ટ હાઉસ હબ ઊભું કરી દીધું છે. જે મકાઈ ફેંકી દેવી પડે છે એ હવે ઈંધણ બનાવવા માટે કામ આવશે.
આયાત ઘટી છેઃ 250 કિલોલીટર ક્ષમતાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ઇથેનોલ બનાવ્યા બાદ જે વેસ્ટ વધશે તે પશુઓના ચારા માટે ઉપયોગમાં આવશે. 7000 કરોડના દૂધનું ઉત્પાદન અમુલ દ્વારા કરાય છે. ખેડૂતોની આવક વધારવા માટે સહકારી ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે. 2030 સુધી ભારતના પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતના 20 ટકા ઇથેનોલ બનાવવાનો ટાર્ગેટ છે. હમણાં સુધી જ 10 ટકાનો ટાર્ગેટ ભારત દ્વારા હાંસલ કરી લેવામાં આવ્યો છે. આયાત ઓછી થવાથી દેશના ખેડૂતોની આવક વધી છે. દેશના વિદેશી હૂંડિયામણની બચત થઈ છે.
ખાસ કરાર થયાઃ કૃભકો એ શરૂ કરેલો પ્રોજેકટ ખેડૂતોને ફાયદો કરાવવા વાળો છે. ઇથેનોલની વાત આવી ત્યારે લોકો એમ વિચારતા હતા કે ઇથેનોલ લેશે કોણ. પરંતુ જે પોલિસી મુકવામાં આવી તેમાં રજુઆત કરાઈ કે ઓઇલ બનાવતી કંપનીઓ સાથે એક કરાર કરવામાં આવશે. જેના માટે બેન્ક દ્વારા પ્લાન્ટ સ્થાપવા લોન આપવામાં આવે તેવો નિર્ણય કરાયો હતો. જેને કારણે હોવી ઇથેનોલ પ્લાન્ટ ની શરૂઆત થઈ રહી છે. નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે કે પર્યાવરણ સુરક્ષિત રહે તે દિશામાં આ પગલું છે.