- યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી એમ્બ્યુલન્સ સેવા
- માંગરોળ તાલુકાના ગામડાઓના દર્દીઓને સંસ્થા આપશે નિઃ શુલ્ક સેવા
- નવી કાર ખરીદી હતી તેને એમ્બ્યુલન્સ બનાવી
સુરત : જિલ્લાના માંગરોળ તાલુકાની મોટી સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ જેઓ છેલ્લા 2015થી સેવાના કાર્યો કરવા તત્પર રહે છે. પહેલા લોકડાઉનમાં આ સંસ્થા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. જેમાં 300 જેટલા પરિવારોને સતત 50 દિવસ સુધી જમવાનું પહોંચાડી તેઓની આતરડી ઠારી હતી.
યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થા આ પણ વાંચો : સુમુલ ડેરી 108 જેવી એમ્બ્યુલન્સ સેવા પશુઓ માટે શરૂ કરશે
દાતાઓના સાથ સહકારથી સંસ્થાએ નવી કાર ખરીદી
હાલ કોરાનાની આ બીજી લહેરમાં જિલ્લામાં એમ્બ્યુલન્સની ભારે અછત સર્જાય છે, ત્યારે માંગરોળના ગામડાઓમાં એમ્બ્યુલન્સના લીધે દર્દીઓને કલાકો સુધી રાહ ન જોવી પડે અને દર્દીઓ સમયસર હોસ્પિટલ પહોંચી જાય તે માટે સંસ્થા દ્વારા આજે શુક્રવારે દાતાઓના સાથ સહકારથી સંસ્થાએ નવી કાર ખરીદી હતી અને એમ્બ્યુલન્સ બનાવી દર્દીઓ નિઃ શુલ્ક સેવા મળશે તેવી સંસ્થાએ જાહેરાત કરી હતી.
યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થા આ પણ વાંચો : વડોદરામાં કોરોના પરિસ્થિતિને લઈ 108 એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી
દર્દીઓને 24 કલાક લાભ મળી રહે તે માટે સંસ્થાએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
પવિત્ર રમજાન માસની ઈદના તહેવાર પર શરૂ કરેલી એમ્બ્યુલન્સ સેવાની દર્દીઓને 24 કલાક લાભ મળી રહે તે માટે 9054582858 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, માંગરોળની જનતા માટે 24 કલાક અમે તત્પર છીએ. જરૂર જણાશે તો વધુ એમ્બ્યુલન્સની ખરીદી કરીશું અને લોકોની સેવામાં મૂકીશું.
યંગ એકતા ફાઉન્ડેશન સંસ્થા