ગુજરાત

gujarat

ETV Bharat / state

અલ્પેશ કથીરિયાની ધરપકડ, મિત્રના લગ્નમાંથી ઝડપાયો - caught

સુરત : રાજદ્રોહના કેસ મામલે છેલ્લા દોઢ મહિનાથી ભૂગર્ભમાં છુપાયેલા પાટીદાર કન્વિનર અલ્પેશ કથીરિયાને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે. અલ્પેશ ત્યાં પોતાના મિત્રના લગ્નમાં આવ્યો હતો. જેની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અલ્પેશની ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચ બહાર તેના સમર્થકો હાજર થઈ ગયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Feb 18, 2019, 1:00 PM IST

રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. ત્યારબાદથી અલ્પેશ ભૂગર્ભમાં હતો. ત્યારે હવે અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસના આંખમાં ધૂળ નાખીને ફરાર થયેલા અલ્પેશને આખરે તેના મિત્રના લગ્નમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અલ્પેશ કથીરિયાની વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. અલ્પેશના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગ્નમાં અલ્પેશ હાજર છે, જેની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી.

Surat

છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ વોઇસ મેસેજ મોકલી પોલીસ પર, પરિવાર પર માનસિક ત્રાસ આપવાની વાત પણ કરી રહ્યો હતો. જોકે અલ્પેશની ધરપકડ અંગે અલ્પેશના વકીલ યશવંત વાળાનું કહેવું છે કે, અલ્પેશને ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં હાજર કરી વોરંટ મેળવશે અને ત્યાર બાદ તેને જેલ મોકલવામાં આવશે. જોકે અલ્પેશનું જામીન કેસ હાઈ કોર્ટમાં ચાલી રહ્યું છે.


ABOUT THE AUTHOR

...view details