સુરત: ઓલપાડ ટાઉનના બાવા ફળિયામાં રહેતા નૈમિષાબેન મયુરભાઇ પટેલ સાથે ફોર્ડ થયો છે. જેમાં તારીખ 03/09/2023 ના રોજ ફેસબુક એકાઉન્ટ ઉપર શોર્ટ વીડિયો જોઈ રહ્યા હતા. તે વખતે નટરાજ પેન્સિલ પેકીંગ કરીને દર મહિને ઘર બેઠા રૂપિયા 30,000ની સેલરી જોબની ઓફર અને તેનું મટીરીયલ્સ ઘરે પહોંચાડવામાં આવશે. તથા તમારે એડવાન્સમાં રુપિયા 15,000 જમા કરાવવાનો વીડિયો જોયો હતો. જેથી તેણીને રસ જાગતા તેમણે આપેલા મોબાઈલ નંબર પર અજાણ્યા ઇસમને વોટ્સએપથી મેસેજ કરીને સંપર્ક કર્યો હતો. જેમાં નૈમિષાબેન સાથે છેતરપિંડી થઈ હતી.
Surat Crime: ઘરે બેસી મહિને કમાવવાની લાલચ પડી ભારે, ગઠિયાઓ 30 હજાર પડાવી ગયા - Surat News
ઓલપાડ ટાઉનમાં રહેતી એક પરિણીતાને નટરાજ પેન્સિલ પેક કરી દર મહિને ઘર બેઠા રૂપિયા 30,000ની સેલરી જોબ આપવાનું કહી ચાર અજાણ્યા ઈસમોએ મોબાઈલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂપિયા 30,487 ખંખેરી લેવાની વધુ એક ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવી છે.
Published : Sep 29, 2023, 3:34 PM IST
" આ બાબતે હાલ ફરિયાદ મળી છે. જે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે." -- વી.કે પટેલ (ઓલપાડ પોલીસ મથકના પીઆઇ)
પ્રથમ રૂપિયા 620 ખંખેર્યા:અજાણ્યા ઈસમે જોબ આઈ.ડી.બનાવવા પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા આધાર કાર્ડની નકલ મંગાવી મજ્જુ કુમારનો સ્કેનર કોડ મોકલી પ્રથમ રૂપિયા 620 ખંખેર્યા હતા. જ્યારે બીજા દિવસે બપોરે બે કલાકે એક શખ્સે કોલ કરી કહ્યું કે તમારું પેન્સિલ પેકીંગ કરવાના પાર્સલ માટે રૂપિયા 2,550 ચૂકવવા પડશે તેમ જણાવી આ રકમ ખંખેરી લીધા હતા. જ્યારે ત્રીજા ઈસમે મટીરીયલ્સ ડિલિવરી કરાવવા વોટ્સએપ ઉપર ક્યુ.આર.સ્કેનર કોડ મોકલી તેણીને જુદા-જુદા બહાના બતાવી અલગ-અલગ છ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા 27,317 ઓનલાઇન પેમેન્ટથી ખંખેરી લીધા હતા. ત્યારબાદ પેન્સિલ પેકિંગ કરવાનું મટીરીયલ્સ નહી આવતા નૈમિષાબેનને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર જાણ કરી હતી.