સુરત: અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસવાડવામાં આવ્યા છે. તેઓ ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સમગ્ર આરોપ જાડેજા ઉપર જ આરોપ લાગ્યા છે. ડમી ઉમેદવારના નામ ન લેવા માટે યુવરાજસિંહએ 55 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ તેમના જ જુના સાથી દ્વારા કરવામાં આવ્યા છે. યુવરાજ પર લાગેલા ગંભીર આરોપને લઈ આપના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ આસુરી શક્તિ સામે લડી રહ્યા હતા જેથી ખબર જ હતી કે તેમની સાથે આવી ઘટના થશે.
જૂના સાથીએ લગાવ્યો આરોપ:યુવરાજસિંહ જાડેજા પર તેમના જ જુના સાથી બીપીન ત્રિવેદીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થઈ ગયો છે. જોકે આ સમગ્ર મામલે જાડેજા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. બીજી બાજુ યુવરાજસિંહ જાડેજા ઉપર લાગેલા આરોપને લઈ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મેં વીડિયો જોયો નથી. તેઓ આસુરી શક્તિ સામે પડ્યા હતા. ત્યારે અંદાજ તો હતો તેમને ફસાવી દેવામાં આવશે અને તે અંદર જઈ શકે છે.
આ પણ વાંચો:Dummy Candidate Scam: ભાવનગર ડમીકાંડના ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર