- વર્ષ 2001માં અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં સંમેલન યોજાયું હતુ
- અઠવા પોલીસે પ્રતિબંધિત સાહિત્ય સાથે 123થી વધુ લોકોની ધરપકડ કરી હતી
- 21મા વર્ષે આજે ચુકાદો આવ્યો
- ચીફ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરી તમામ આરોપીઓને નિર્દોષ કર્યા
સુરત: દેશમા પ્રતિબંધ હોવા છતાં સુરત ખાતે સિમી દ્વારા સંમેલન યોજાયું હતું. જેમાં અલગ અલગ રાજ્યોમાંથી સંખ્યાબંધ લોકો ભાગ લેવા સુરત પોહચ્યાં હતા. નવસારી બજાર સ્થિત રાજેશ્રી હોલમાં સંમેલન યોજાયું હતું. પોલીસે રેડ કરીને 123 આરોપીઓની ધરપકડ કરી હતી. વર્ષ 2001માં અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં સંમેલન યોજાયું હતું. ઇસ્લામિક સંગઠન સિમી પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેગમપુરાના મૃગવાન ટેકરાના આસિફ ઇકબાલ ઉર્ફે આસિફ અનવર શેખ અને કોસંબાના હનીફ મુલતાની દ્વારા સંમેલન યોજાયું હતું. જે તે સમયે આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય જે તે સમયે મળી આવ્યા હતા, એવું પોલીસે જણાવ્યું હતું.
કલમ 17નો ભંગ થતા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા