- VNSGU દ્વારા બધી જ પરીક્ષાઓ 29 જુલાઈથી લેવાશે
- આ પરીક્ષાઓ એક-એક દિવસના અંતરે લેવાશે
- અમુક પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવશે
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) દ્વારા આજ રોજ કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા જે Exams લેવામાં આવશે. તે બધી જ Exams 29 જુલાઈથી લેવામાં આવશે અને આ પરીક્ષાઓમાં એક દિવસના અંતરે લેવામાં આવશે. જેથી સુરત બહારથી આવતા વિદ્યાર્થીઓને ટ્રાવેલિંગમાં કોઈ તકલીફ ન પડે તે માટે પરીક્ષાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. જોકે, પરીક્ષાનો સમય આપવામાં આવ્યો નથી. તે પરીક્ષાનો સમય થોડા દિવસમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
આ પણ વાંચો : VNSGUમાં ABVP દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા અંગે કુલપતિને રજૂઆત
અમુક પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી Veer Narmad South Gujarat University) દ્વારા આજરોજ કાઉન્સિલરની એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓનલાઇન તથા ઓફલાઈન પરીક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોમ્યુટર સાયન્સ વિદ્યાશાખાની BCA Semester-2 અને Semester-4ની Exams ઓનલાઈન પધ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાઓ પણ 29 જુલાઈથી લેવામાં આવશે તથા આ પરીક્ષાઓ પણ એક-એક દિવસના અંતરે લેવામાં આવશે.
ઓનલાઇન તથા ઓફલાઈન પરીક્ષાને લઇને ચર્ચા કરાઇ