- ખુલ્લેઆમ દારૂની બોટલ ની હેરાફેરી
- દારૂની હેર ફેરી કરતી મહિલાનો વીડિયો વાયરલ
સુરતઃ શહેરમાં દારૂની હેરાફેરી એક લઘુ ઉદ્યોગ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, હાલ સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે એક મહિલા દારૂની બોટલ શરીર પર બાંધી ડીલીવરી કરવા જઈ રહી છે.
મહિલા દ્વારા દારૂની ડીલીવરી
આમ તો ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે પરંતુ અવાર-નવાર દારૂની હેરાફેરીનો વીડિયો વાયરલ થતો હોય છે. પોલીસ કાર્યવાહીમાં કરોડો રૂપિયાના દારૂ જપ્ત કરવામાં આવતો હોય છે. પરંતુ આજદિન સુધી દારૂબંધી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવી શક્યો નથી. જેનો વધુ એક દાખલો સુરતના વરાછા વિસ્તારમાં જોવા મળ્યો છે. મહિલા બુટલેગરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા પોતાના શરીર પર દારૂની બોટલ બાંધીને ડીલીવરી કરવા માટેની તૈયારી કરી રહી છે.