ગુજરાત

gujarat

આકાશ અંબાણીને ફોલો કરવા જતા 25 લાખનો ચુનો લાગ્યો

By

Published : Jan 1, 2023, 7:34 PM IST

સુરતમાં પ્રિ-સ્કૂલના મહિલા ડાયરેકટર સાથે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આકાશ અંબાણીના (Akash Ambani Twitter Fake page) નામે ચીટીંગનો થયાનો કેસ સામે આવ્યો છે. આરોપીએ ટિ્વટર પર મિત્રતા કેળવી રૂપિયા 25 લાખ પડાવ્યા હતા. આકાશ અંબાણીના ફેક આઇડી પરથી મેસેજ મહિલા ડારેકટરને આવ્યો અને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. એ પછી ભેજાબાજે કુંડાળું કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જેને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જોકે, સુરતમાંથી ચીટીંગના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.

આકાશ અંબાણીને ફોલો કરવા જતા 25 લાખનો ચુનો લાગ્યો
આકાશ અંબાણીને ફોલો કરવા જતા 25 લાખનો ચુનો લાગ્યો

સુરત:મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના નામે ટ્વીટર પર ફેક આઇડી બનાવી સુરતના વેસુ વિસ્તારની પ્રિ-સ્કૂલના મહિલા ડાયરેકટરને રેકવેસ્ટ મોકલી મિત્રતા કરી હતી. IPLના સટ્ટામાં કરોડો રૂપિયા હારી ગયો છું, હું ઘરમાંથી પૈસા લઇ શકું એમ નથી એમ કહી ભેજાબાજે રૂપિયા 25 લાખ પડાવી લીધા હતા. જે મામલે છેત્તરપીંડિની ફરિયાદ પોલીસ (Vesu police station Surat ) ચોપડે નોંધાઈ છે. વેસુ પોલીસે આ અંગે ફરિયાદ લઈને કાયદેસરના પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મહિલા ડારેક્ટરને જણાવ્યું હતું સચિન સુશીલ હલવાઇ અને દેવાશીષ મોહંતી બન્ને મારા મિત્ર છે. તેઓએ જે પ્રમાણે જણાવે તે જ કરજો.

આ પણ વાંચો:નવી મુંબઈમાં 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, 16 નાઈજીરિયનની ધરપકડ

રૂપિયા 25 લાખ સ્વાહા:સચિન નામના વ્યક્તિએ આ મહિલા ડારેક્ટરને (Surat Pre school director ) ફોન કરી કહ્યું હતું કે IPLના સટ્ટામાં હારી ગયા બાદ મદદ આ મહિલા પાસે માંગવામાં આવી હતી. જેથી મહિલા ડારેક્ટરે મદદ કરવા માટે હા પાડી હતી. સચીને જણાવેલા બેંક એકાઉન્ટમાં ટુક્ડે-ટુક્ડે રૂપિયા 25 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ વચ્ચે ટ્વીટર થકી આકાશ અંબાણીનું ફેક આઈડી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મહિલા ડારેક્ટરે જણાવ્યું હતું કે તેને મેલ કરી બે નંબર આપવામાં આવ્યા હતા. જે પૈકી એક નંબર પોતે ભારતમાં હોય ત્યારે યુઝ કરે છે અને બીજો નંબર વિદેશમાં હોય ત્યારે યુઝ કરે છે જે જણાવવામાં આવ્યું હતું.

નંબર આપીને મુલાકાત: એટલું જ નહીં મેઇલ પર કહેવામાં આવ્યું હતું કે આ નંબર ઉપર સંર્પક કરજે. મહિલા ડારેક્ટર આ બંને નંબર પર મેસેજ અને વાતચીત કરવા લાગી હતી.જો કે બે વર્ષ બાદ સચીન હલવાઇએ ફોન કરી પોતે આકાશનો મિત્ર છે. એમ કહી એ ઘરે મળવા આવ્યો હતો. સુરતમાં સ્ટીલનો વેપાર કરવા ફેકટરી શરૂ કરવા રૂપિયા 50 લાખ જોઇએ છે. એમ કહી વધુ પૈસાની માંગણી પણ કરી હતી. મહિલા ડાયરેક્ટરને શંકાસ્પદ ગતિવિધિ લાગતા જેથી સચીન સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ સચીને મેઇલ અને મેસેજ કરી ધાક-ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. મહિલા ડાયરેક્ટરએ કંટાળીને પોતાના વકીલ મારફતે નોટિસ ફટકારી હતી. જેની સામે સચીને એવી ધમકી આપી કે, હું તને જોઈ લઈશ.

આ પણ વાંચો:ફટાકડાની દુકામાં ફેફડા હલાવી નાંખે એવો વિસ્ફોટ, 2 કલાક બાદ આગ પર કાબુ

ન્યૂડ ફોટો મોકલ્યા: સચીને મહિલા ડારેકટર સાથે મેસેજ કરી પોતાના ન્યૂડ ફોટો મોકલાવી મહિલા ડાયરેક્ટર પાસે પણ ફોટાની માંગણી કરી હતી. જેથી મહિલાએ પણ પોતાના ન્યૂડ ફોટા મોકલાવ્યા હતા. આકાશ અંબાણીના નામે મંગાવેલા મહિલા ડાયરેકટરના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. ન્યૂડ ફોટા અમેરિકા રહેતા બેન-બનેવી સહિતના સંબંધીઓને મોકલાવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યુ હતું. આ સમગ્ર મામલે સુરતના વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે તપાસ પણ શરૂ કરી.

ABOUT THE AUTHOR

...view details