ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્રે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજ્યું - ઉત્તરાયણ

સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા નાત જાત જોયા વગર અને ભેદભાવ વગર વિનામૂલ્યે બિનવારસી મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેથી કોઈ લોકોના સ્વજનની ઓળખ થઈ શકે.

સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્રે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજ્યું
સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્રે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજ્યું

By

Published : Jan 11, 2021, 12:08 PM IST

  • સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા કરાઈ સેવાકીય પ્રવૃત્તિ
  • બિનવારસી મૃતકોના ફોટાનું યોજવામાં આવ્યું પ્રદર્શન
  • કોઈ સ્વજનની ઓળખ થઈ શકે તે માટે યોજાયું પ્રદર્શન
  • અગ્નિદાહ સેવા કેન્દ્ર બિનવારસી મૃતકોના કરે છે અંતિમ સંસ્કાર
    સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્રે બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન યોજ્યું

સુરતઃ શહેરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલ પાસે આવેલા શનિદેવ મંદિરમાં હાલમાં જ એક ફોટાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં બિનવારસી મૃતકોના ફોટા મુકવામાં આવ્યા હતા, જેથી કોઈ વ્યક્તિ ગુમ થયેલા સ્વજનોની ઓળખ કરી શકે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દરિદ્ર નારાયણોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમ જ આ સંસ્થા દ્વારા ઉતરાયણ પર્વને લઈને બાળકોને અને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અને સાંજે મિષ્ટાન પણ પીરસવામાં આવ્યું હતું. આ સંસ્થા 22 વર્ષથી આવું સેવાનું કાર્ય કરી રહી છે.

17 વર્ષથી ફોટો લગાવીને પ્રદર્શન કરવામાં આવતાં 32 મૃતકોની ઓળખ

અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ વેણીલાલ રસિકલાલ માલવાલાએ જણાવ્યું હતું કે, બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે અગ્નિદાહ કરવામાં આવે છે. આ પ્રદર્શનનો હેતુ એ છે કે, જેના સ્વજનો ગુમ થયા હોય તેવા લોકો જો મોતને ભેટ્યા હોય અને પ્રદર્શન થકી ઓળખ થાય તો તેમની કાયદેસરના કોર્પોરેશનમાંથી મોતનો લાખલો આપવામાં આવે છે. 22 વર્ષથી સંસ્થા કામ કરે છે. જ્યારે 17 વર્ષથી ફોટો લગાવીને પ્રદર્શન કરવામાં આવતા 32 મૃતકોની ઓળખ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details