ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Surat Election2022) તારીખો જાહેર થઈ ગઈ છે. બે તબક્કામા ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ તમામ તૈયારીઓ કરી દીધી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાકીય જંગ જોવા મળશે ત્યારે ભાજપે પણ કમર કસી લીધી છે. કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન (Minister of State for Central Railway) દર્શના જરદોશે જણાવ્યું છે કે, પાર્ટીના દરેક કાર્યકર્તા ચૂંટણી માટે સજ્જ થઈ ગયા છે.

ભારત હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ
ભારત હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ

By

Published : Nov 4, 2022, 6:55 PM IST

ન્યુઝ ડેસ્ક:કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશ (Minister of State for Central Railway Darshana Jardosh) આજે સુરતની મુલાકાતે હતા. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ની તારીખ જાહેર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ દર્શના જરદોશે જણાવ્યું હતું કે,અમે સો ટકા સજ્જ છીએ. ત્રીપલ એન્જીનની સરકાર કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના નેતૃત્વમાં સરકારી યોજનાઓ અને કાર્યોના કારણે અમે સજ્જ છીએ. વિશ્વની સૌથી મોટી પાર્ટી અને સંગઠન, વિવિધ મોરચા તેમજ સેલ ના સૌ કાર્યકર્તાઓ એકદમ સજ્જ છે.

ભારત હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ

પૂર્ણ બહુમતી વાળી સરકાર: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and Aam Aadmi Party) સાથે ગઠબંધન અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે આ નિવેદન બાબતે દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ભારત હવે કોંગ્રેસ મુક્ત ભારત તરફ વધી રહ્યું છે. આવા નિવેદન માટે હું પ્રતિક્રિયા આપું એ યોગ્ય નથી અમારા પાર્ટીના પ્રવક્તા અંગે નિવેદન આપશે પણ સુરત ખાતે અગાઉના ચૂંટણીમાં દરેક સવાલો પુછાઈ ગયા. દરેક પાર્ટીએ અખતરા કર્યા છે, ત્યાર પછી પણ અમે પૂર્ણ બહુમતી વાળી સરકાર બનાવી છે.

ABOUT THE AUTHOR

...view details