ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Rain: ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત શહેરમાં ત્રણ દિવસના વિરામ બાદ સવારથી જ ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ હતી તેજ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી સમસ્યાઓ પણ સામે આવી છે.

after-a-three-day-hiatus-torrential-rains-started-flooding-the-low-lying-areas in surat
after-a-three-day-hiatus-torrential-rains-started-flooding-the-low-lying-areas in surat

By

Published : Jul 23, 2023, 12:50 PM IST

ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ

સુરત: શહેરમાં ત્રણ દિવસના વિરામ બાદ સવારથી જ ધોધમાર વરસાદ છે. શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા, મોટા વરાછા, ઉધના લીંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ,વેસુ પીપલોદ, અઠવા લાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં અંધકારપટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા:ભારે વરસાદને પગલે કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત થઇ છે. કારણ કે, ત્રણ દિવસ વરસાદની ગેરહાજરી હોવાના કારણે લોકોને ગરમીથી બફાટ અનુભવી રહ્યા હતા. સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી:શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરકારી આવાસઓમાં પાણી ભરાઈ જતા તેના લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકોને પડતી હાલાકી સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી.

ક્યાં કેટલો વરસાદ પડ્યો:હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર સુરત સહીત જિલ્લામાં વરસાદ વર્ષી રહ્યો છે. ગઈકાલે સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન સુરત શહેરમાં 12 મી.મી જેટલો વરસાદ પડ્યો હતો. મહુવા તાલુકામાં 88 મિ.મી. તથા ચોર્યાસીમાં 65 મિ.મી. વરસાદ વરસાદ વરસ્યો હતો. કામરેજમાં 14 મિ.મી, માંડવીમાં 4, બારડોલીમાં 18 મી.મી., ઓલપાડમાં 27 મી.મી., પલસાણામાં 44 અને બારડોલી તાલુકામાં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજરોજ વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે સમગ્ર સુરત શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

ઉકાઈ ડેમની સપાટી:વરસાદી સિઝનની શરૂઆતથી સુરત સહીત જિલ્લા ઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જે રીતે ઉપર વાસમાં વરસાદ વરસી રહ્યો છે તે રીતે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમની સપાટીની વાત કરવા માં આવે તો, ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે. ગઈકાલે સાંજે વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 54, 946 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 319.61 ફૂટ પહોંચી છે.

  1. Junagadh Flood: બાળકોએ વરસાદની મજા માણી તો વેપારીઓને નુકસાન
  2. Ahmedabad Rain: એક કલાકમાં આભ નીચોવાયું, નેશનલ હાઈવે પર ચક્કાજામ

ABOUT THE AUTHOR

...view details