ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Handicrafts exhibition Craftroots: અફઘાનિસ્તાનના યુવાન માટે ભારતમાં યોજાતા એક્ઝિબિશન મહત્વનું સાબિત થયું - એક્ઝિબિશન મહત્વનું સાબિત થયું

હાલ અફઘાનિસ્તાનમાં તાલીબાની સરકાર છે, ત્યાંના યુવાનો માટે રોજગારીનો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. વિશ્વ પ્રખ્યાત અફઘાની જ્વેલરીના વેચાણ કરવા માટે અફઘાનિસ્તાનના યુવાનને ભારતમાં યોજાતા એક્સિબિશનનું મહત્વનું સાબિત થઈ રહ્યું છે. તેના 35 જેટલા કારીગરોના રોજગારી માટે ભારતમાં આયોજિત એક્સિબિશન આવકના સાધન બની ગયા છે..

Surat Handicrafts exhibition Craftroots
Surat Handicrafts exhibition Craftroots

By

Published : Jan 23, 2023, 2:04 PM IST

સુરતમાં આયોજિત ક્રાફ્ટરૂટ એક્સિબિશનમાં અફઘાની યુવકે લીધો ભાગ

સુરત:સુરત ખાતે યોજાયેલા હેન્ડીક્રાફ્ટના એક્સિબિશન ક્રાફ્ટરૂટમાં વિવિધ રાજ્યોના હસ્તકલાના કારીગરો આવ્યા છે. આ વખતે દેશના અલગ અલગ રાજ્યોથી જ નહીં પરંતુ અફઘાનિસ્તાનથી પણ એક હસ્તકલાનો કરિગર આવ્યો છે, જે ખાસ અફઘાની જ્વેલરી લઈને સુરતનાં પ્રદર્શનમાં ભાગ લીધો છે. અફઘાની જ્વેલરી ડિમાન્ડ ભારતમાં વધારે છે.

એક્સિબિશનમાં આવવવાથી ઓનલાઈન ઓર્ડર મળે છે

અફઘાનિસ્તાનની જવેલરી છે ખુબ પ્રખ્યાત:અફઘાનિસ્તાનના કારીગરો દ્વારા આ ખાસ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આજ જ્વેલરી ત્યાંની પરંપરાગત જ્વેલરી છે. અફઘાનિસ્તાનની મહિલાઓ આ જ્વેલરી પહેરતી હોય છે. ગુજરાતમાં અફઘાની જ્વેલરીની ડિમાન્ડ ખાસ કરીને નવરાત્રી વખતે સૌથી વધુ જોવા મળતી હોય છે. એક્ઝિબિશનમાં આવવાથી રોજગારી આપવા માટે સહેલાઇ થઈ જાય છે.

આ પણ વાંચોVasant panchami: ત્રણ વર્ષ બાદ વસંત પંચમી ટાણે લગ્ન સહીત ધાર્મિક કાર્યોની ભરમાર, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની રોનક પાછી ફરી

એક્સિબિશનમાં આવવવાથી ઓનલાઈન ઓર્ડર મળે છે:અફઘાનિસ્તાનથી આવેલા અસુદઉલ્લા નઝારીએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા સાત વર્ષથી તેઓ આવી રહ્યા છે અને એક્સિબિશનમાં ભાગ લે છે. સુરતમાં આયોજિત ક્રાફ્ટરૂટ એક્સિબિશનમાં તેઓ પ્રથમવાર ભાગ લઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તેમની ત્યાં મહિલા અને પુરુષ મળી 35 જેટલા કારીગરો કામ કરે છે. જે લોકો અફઘાની જ્વેલરી સ્ટોન અને મેટલથી બનાવે છે. એક્સિબિશનમાં આવવવાથી ઓનલાઈન ઓર્ડર મળે છે.

આ પણ વાંચોICC Awards 2022: કાલથી વિજેતાઓની જાહેરાત કરાશે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નોમિનેટ

ભારતના એક્સિબિશનમાં ભાગ લઈ રહ્યા છે: અત્રે ઉલ્લેખનીય છે કે હાલ અફઘાનિસ્તાનમાં તાલીબાની સરકાર છે અને ત્યાં રોજગારીની તકો ઉભી કરવા માટે ખૂબ જ લોકોને મુશ્કેલી પણ થાય છે. ખાસ કરીને ત્યાં મહિલાઓ રોજગારી મેળવી શકે તે તેમની માટે ખૂબ જ પડકાર દાયક હોય છે. આવી પરિસ્થિતિમાં પરંપરાગત જ્વેલરીનું વેચાણ એમના માટે ખૂબ જ સરળ માધ્યમ છે. તેઓ ઘરે બેસીને જ્વેલરી બનાવી શકે છે. આવી મહિલા અને પુરુષ કારીગરોને તક મળે આ માટે વેપારીઓ ભારતના એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. આ જ્વેલરી ખાસ બંજારા ટાઈપ જ્વેલરી છે અને તેની કિંમત જ 750 થી લઈને 15,000 સુધીની હોય છે. ગોલ્ડ અને સિલ્વર કરતા હાલ અફઘાનિસ્તાન જ્વેલરી લોકો પસંદ કરી રહ્યા છે. આ કારીગર સુરતમાં પ્રથમ વખત ખાસ પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details