સુરતઃ અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ આજ મધરાતથી સુરતની એપીએમસી માર્કેટ સ્થાનિક મુદત માટે બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. જે માટેનું સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
હમણાં સુધી કોરોનાવાઈરસને લઇ મુકવામાં આવેલા લૉકડાઉન હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી રીતે વાહનો લઇ બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આવા લોકો સામે હવે પોલીસ ગુનો નોંધવાની સાથે વાહનો પણ ડિટેઇન કરશે. સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે આવશ્યક ચીજવસ્તુઓ તેમજ સરકારી અને મીડિયાના વાહનો માટે મુક્તિ આપવામાં આવી છે.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદ દરમિયાન મત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આજ મધરાતથી સુરતની એપીએમસી માર્કેટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. આ સિવાય આવતીકાલથી બિનજરૂરી રીતે વાહનો લઈ બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી સુરત પોલીસ કમિશ્નરે દર્શાવી છે.