નવલા નોરતાના દિવસો વીતી રહ્યાં છે, તેમ-તેમ ગરબા પ્રેમીઓના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. એના ગામમાં ખેલૈયાઓની નવરાત્રીને ખાસ બનાવવાં માટે બોલીવુડ અભિનેત્રી મલાયકા અરોરાને બોલવવામાં આવી હતી.
અભિનેત્રી મલાયકા અરોરાએ સુરતમાં માણી ગરબાની રમઝટ - સુરત નવરાત્રી ન્યૂઝ
સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકામાં નવરાત્રીને ખાસ બનાવવા માટે બોલીવુડ અભિનેત્રી મલાયકા અરોરાને આંમત્રણ અપાયું હતું. સાતમાં નોરતે અભિનેત્રી એના ગામની નવરાત્રીમાં જોડાઈ હતી. જેની સાથે ગરબાનો રમઝટ માણાવાં માટે ખેલૈયાઓ મોટી સંંખ્યામાં હાજર રહ્યાં હતા.
અભિનેત્રી મલાયકા અરોરાએ ગરબાની રમઝટ માણી
અભિનેત્રીને સ્ટેજ પર જોઈ ખેલૈયાઓમાં બેવડો ઉત્સાહમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ નવરાત્રીની રમઝટ અને ઢોલના તાલે ઝૂમતા લોકોને જોઈ અભિનેત્રી પણ ગરબે ઘૂમવા મજબૂર થઈ હતી. આમ, નવરાત્રીના ઉમંગમાં અભિનેતાઓનો રંગ ઉમેરાતાં ખેલૈયાઓ ગેલમાં જોવા મળ્યાં હતા.