ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસે સુરતમાં ઉત્તરાયણ સેલિબ્રેટ કરી - ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસ

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ઉત્તરાયણ એવો પ્રથમ તહેવાર હશે, જે લોકો મન ભરીને માણી શકશે. ઉત્તરાયણને લઇને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત એક્ટર ઘર્મેશ વ્યાસ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા સુરત આવી પહોંચ્યા છે.

સુરતમાં ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી
સુરતમાં ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી

By

Published : Jan 14, 2021, 12:28 PM IST

  • ઉત્તરાયણને લઇને લોકોમાં છે ખાસ ઉત્સાહ
  • ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત એક્ટર ઘર્મેશ વ્યાસ સુરતમાં
  • ઘર્મેશ વ્યાસ કરી રહ્યા છે ઉત્તરાયણની ઉજવણી

સુરત : ઉત્તરાયણનો પર્વ આજે સૌ કોઈ ઉજવી રહ્યાં છે. ત્યારે પતંગ રસિયાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. શું તમને ખબર છે કે, પતંગ ચગાવવા માટે ગુજરાતી મૂવીના પ્રખ્યાત એક્ટર ધર્મેશભાઈ વ્યાસ દર વર્ષે સુરત આવે છે. તેઓ પતંગ ચગાવવાની મજા માણવા માટે મુંબઇથી સુરત આવતા હોય છે. ત્યારે ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસ સુરતમાં ઉત્તરાયણ સેલિબ્રેટ કરી રહ્યાં છે.

સુરતમાં ગુજરાતી મૂવીના એક્ટર ધર્મેશ વ્યાસે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી

ગાઇડલાઇન્સને અનુસરીને ઉત્તરાયણની ઉજવણી કરવા જણાવ્યું

ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે તેઓએ લોકોને કોરોના અંગેની સાવચેતી રાખી કોરોના ગાઇડલાઇન્સને અનુસરીને પરિવાર સાથે કાળજી રાખીને ઉત્તરાયણની ઉજવણી કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમને ઉત્તરાણમાં ઉંધિયુ, પોંક, વડા. ખમણ લોચો આ વાનગીઓ ખૂબ જ પસંદ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details