ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: કોસાડી ગામે અગાઉ પકડાયેલા 6410 કિલો ગૌમાંસ ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો - 6410 કિલો ગૌમાંસના ગુનો

સુરતના માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી 6,410 કિલો ગૌમાંસના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને SOGની ટીમે કોસાડી ગામેથી ઝડપી પાડ્યો હતો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2023, 3:49 PM IST

6,410 કિલો ગૌમાંસના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને SOGની ટીમે ઝડપી પાડ્યો

સુરત: પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનામાં ગ્રામ્ય SOG ટીમને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇશરાણી દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જે અનુસંધાને SOG શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓએ નાસતા-ફરતા આરોપીઓ શોધવા અંગે તપાસ હાથ ધરી હતી.

બાતમીના આધારે રેડ: હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન SOG શાખાને બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનમાં 6410 કિ.ગ્રામ ગૌમાંસના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમ્મદ સઈદ માંજરા કોસાડી ગામે બસ સ્ટેશન ખાતે ઉભો છે. જેને આધારે રેડ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો. આ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે માંગરોળ પોલીસને સોપવામાં આવ્યો હતો.

'નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા અમારી ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે. આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરી માંગરોળ પોલીસને કબજો સોંપ્યો હતો.' - બી.જી ઈશરાણી, પી.આઇ, સુરત ગ્રામ્ય SOG

ત્રણ વર્ષથી નાસતો આરોપી ઝડપાયો: આરોપી પકડાઈ જતાં તેણે કબૂલાત કરી હતી કે ટ્રકમાંથી જે ગૌમાંસ મળી આવેલ તે ગાયોની કતલ કરવા ગાયો પુરી પાડી હતી. તેનું નામ તપાસ દરમ્યાન વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલ ત્યારબાદ આરોપી મોહંમદ સૈયદ પોતાની ધરપકડ ટાળવા સારૂ ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. આરોપીએ આ અગાઉ પણ બે ગુનામાં પોતે ગૌમાસ માટે ગાયો કતલ કરવા માટે પુરી પાડી હતી. જે બન્ને ગુનામાં તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  1. Patan Crime : સાંતલપુરમાં એસટી બસમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે એક ઝડપાયો
  2. Navsari Crime : નવસારીના ડાભેલમાં ગૌમાંસના સમોસા વેચતા ઈસમની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details