કરોડોના હીરા લઇ ફરાર થઈ જનાર મહાઠગ બાજ હર્ષિત વિરાણી ઝડપાયો સુરત: વરાછા મીનીબજારમાં કરોડોના હીરા લઇ ફરાર થઈ જનાર મહાઠગ બાજ હર્ષિત વિરાણી ઝડપાયો છે. ત્રણ મહિના પહેલા આરોપી દ્વારા 8 વેપારીના 1.17 કરોડ રૂપિયાના હીરા લઇ ફરાર થઈ ગયો હતો. જેને લઇને વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
1.17 કરોડ રૂપિયાના હીરા લઇ ફરાર " વરાછા પોલીસ સ્ટેશનમાં ગત ચોથા મહિનામાં કેટલાક હીરાના વેપારીઓનો હીરા એક હીરા દલાલે કે હીરાઓ લઈ રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ હીરા વેપારી શૈલેષભાઈ દ્વારા નોંધાવવામાં આવી હતી. જેને લઈને અમારી આરોપીને શોધવામાં વરાછા પોલીસની સર્વ લેન્સની ટીમ કામે લાગે હતી. પોલીસે આ તપાસ દિલ્હી, મુંબઈ, પટના અને ગોવા ખાતે કરી હતી." - ભક્તિ ઠાકર (ડીસીપી ઝોન 1 સુરત પોલીસ)
રાજસ્થાનથી આરોપીની ધરપકડ: વધુમાં જણાવ્યું કે પોલીસને અંતે આરોપીનું છેલ્લું લોકેશન રાજસ્થાનના પુષ્કરમાંથી મળ્યું. ત્યાંથી આરોપી હર્ષિત વિરાણીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે ખૂબ જ મહેનત કરીને આરોપીની ધરપકડ કરી છે. તે સાથે તમામ હીરાના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે. તેની પાસેથી 2,47,000 રૂપિયા અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આરોપી દ્વારા અન્ય વેપારીઓ સાથે પણ ચેટિંગ કરી છે કે નહીં તે મામલે પણ આગળની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી હર્ષિત વિરાણીની ધરપકડ આરોપીને શેરબજારમાં 15 લાખનું નુકસાન:વધુમાં જણાવ્યું કે આરોપી છેલ્લા દોઢ વર્ષથી સુરતમાં હીરા દલાલીનું કામ કરતો હતો. તથા આ છેતરપિંડી કરવા પાછળનું કારણ આરોપીને શેર બજારમાં 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જેથી તેણે સૌ પ્રથમ વખત તો અલગ અલગ વેપારીઓ પાસેથી હીરા લઇ અન્ય વેપારીઓને આપતો હતો. આ રીતે તેણે અંતે તમામ હીરાઓ લઈ ફરાર થઈ ગયો હતો. ઉપરાંત જે વેપારીએ આરોપીને હીરા દલાલી કરતા શીખવાડ્યું હતું. તેના પણ હીરા લઈ તે ફરાર થઈ ગયો હતો.
- Surat Crime : 1.10 કરોડની કીમતના દુબઇ લઇ જવાતા રફ હીરા જપ્ત કરતો કસ્ટમવિભાગ
- Lab grown diamonds: લેબમાં હીરા કેવી રીતે બને છે, નિર્મલા સીતારમણે બજેટમાં આવા હીરા માટે શું કરી જાહેરાત