બોગસ આધાર પુરાવા બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ સુરત :ડિજિટલ યુગમાં ટેકનોલોજી ડિજિટલાઈઝેશન સુવિધા આપવાની સાથે સાથે હાનિકારક પણ સાબિત થાય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં થઈ છે. જ્યાં બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર માસ્ટરમાઈન્ડની સુરત ઇકોનોમિક સેલે બાંગ્લાદેશ બોર્ડર નજીક આસામના કરીમગંજ ખાતેથી ધરપકડ કરી છે. ઇકો સેલની તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી દેશવ્યાપી કૌભાંડ આચરી રહ્યા હતા.
ઓનલાઈન છેતરપિંડી : ભારતીય નાગરિક તરીકે ઓળખના પુરાવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ મહત્વના ડોક્યુમેન્ટ્સ છે. જેનો ઉપયોગ મોટાભાગે બેન્કિંગ તેમજ અન્ય સંસ્થાઓ અને પેઢીઓમાં થતો હોય છે. જોકે હાલ ભારત દેશ અને અન્ય રાજ્યોમાં બનાવટી ઓળખના પુરાવા બનાવી તેની પર લોન, સીમકાર્ડ અને અન્ય કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. આવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે ઇકોનોમિક્સ સેલ દ્વારા સતત બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવનાર લોકો ઉપર નજર રાખવામાં આવે છે.
બેંક મેનેજરની ફરિયાદ : સુરતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન મેળવી લોનના હપ્તા નહીં ભરી છેતરપિંડી અને આર્થિક ફાયદો મેળવવાની ફરિયાદ HDFC બેંકના મેનેજર દ્વારા કરવામાં આવી હતી. HDFC બેંકના એરીયા ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવનાર અશોક પિપોરીડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લોનની ભરપાઈ નહીં કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ. આ ફરિયાદના આધારે જ્યારે ઇકો સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેઓએ premsinghpanel.xyz વેબસાઈટના સંચાલક સોમનાથ પ્રમોદ કુમારને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ રાજસ્થાન ખાતેથી કરવામાં આવી હતી.
આરોપીઓ કોઈ અન્ય લોકોના આધાર કાર્ડ ખોવાઈ ગયેલ હોય અથવા તો બોગસ આધાર કાર્ડ કાઢવા માટે NSDL E KYC નામનું સોફ્ટવેર વેચતા હતા. આરોપીઓની ધરપકડ કરી હાલ આજ દિન સુધી તેઓએ કેટલા બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા છે તે અંગેની અમે તપાસ કરી રહ્યા છે. -- અજય તોમર (સુરત પોલીસ કમિશનર)
બોગસ આધારકાર્ડનું કૌભાંડ :આ નામની વેબસાઈટ બનાવવા માટે તેને આરોપી પ્રેમસિંહ ઠાકોરે જણાવ્યું હતું જેથી પોલીસે એક ટીમ ઉત્તર પ્રદેશ પણ મોકલી હતી. આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓએ જણાવ્યું હતું કે, વેબસાઇટ મારફતે તેઓએ પાનકાર્ડ બનાવ્યા હતા અને તે માટે તેમજ સરકારી એપીઆઇ ahkwebsolution.com નામના ઓનલાઈન સેલિંગ વેબ પોર્ટલનો ઉપયોગ કરતા હતા.
ચોંકાવનારી વિગત : આ વેબસાઈટ અંગે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે આ સેલિંગ વેબ પોર્ટલ બાંગ્લાદેશની બોર્ડર નજીક હોવાનું જાણવા મળ્યું હતું. આ સેલિંગ વેબ પોર્ટલ બનાવનાર આરોપી અમીરુલ અખ ખાનની ધરપકડ આસામના કરીમગંજ ખાતેથી કરવામાં આવી હતી. આર્થિક લાભ મેળવવા માટે આરોપીઓએ આ કાવતરું રચ્યું હતું.
ભેજાબાજ આરોપીઓ ઝડપાયા : આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપીઓ કોઈ અન્ય લોકોના આધાર કાર્ડ ખોવાઈ ગયેલ હોય અથવા તો બોગસ આધાર કાર્ડ કાઢવા માટે NSDL E KYC નામનું સોફ્ટવેર વેચતા હતા. પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે, આરોપી અમીરુલ અને પૃથ્વી સાગર જોડાયેલો હતો. જે કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી છે. આ બંને આરોપીઓની ધરપકડ કરી હાલ આજ દિન સુધી તેઓએ કેટલા બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા છે તે અંગેની અમે તપાસ કરી રહ્યા છે.
- Surat Crime : કડોદરામાંથી એક કરોડનું કોપર લૂંટનાર મુખ્ય સૂત્રધાર સહિત ચાર પકડાય
- Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ