સુરત એરપોર્ટથી ચોકલેટ સ્વરૂપે મોઢામાં સોનુ લાવતાં બે લોકોને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યાં છે. બંનેની આરોપીઓને ચોકલેટ સ્વરૂપે સોનું ગળી ગયા હોવાની તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મેટલ ડિરેક્ટરથી શરીરમાં સોનુ છુપાવ્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જેથી દિલ્હીના 58 વર્ષીય મોહમ્મદ સમિમ મોહમ્મદ સઈદ અને 29 વર્ષીય હમદ અમ ખેરી ખલીલ ઉલ રહેમાનની ધરપકડ કરી હતી.
સુરત એરપોર્ટથી ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં આરોપી ઝડપાયા
સુરત: શાહજહાંથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી દાણાચોરી કરતાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. દિલ્હીથી આધેડ અને યુવક ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં હતાં. બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત એરપોર્ટથી ચોકલેટ પર સોનાની પેસ્ટ લગાવી દાણાચોરી કરતાં આરોપી ઝડપાયા
પોલીસ તપાસમાં બંને આરોપીઓએ ચોકલેટ સ્વરૂપે સોનું ગળી ગયા હોવાની કબૂલાત કરી હતી. સાથે જ તેમની પાસે 400 ગ્રામ અને 150 ગ્રામની ચોકલેટ હોવાનું પણ જણાવ્યું હતું.