લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈને હટાવવાની માગ સાથે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા. શિવશક્તિ-ભીમશક્તિ સેના સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં મોરચો લઈ જિલ્લા કલેકટર કચેરી અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે લિંબાયત પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા વિરુદ્ધ મોરચો લઈ પહોંચ્યા હતા. લિંબાયત પોલીસ મથકના PI સહિત સ્ટાફ દ્વારા મહિલાઓ અને યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
લિંબાયત PI વિનોદ મકવાણાની દબંગગીરી સામે વિરોધ પ્રદર્શન - gujaratpolice
સુરત: લિંબાયત પોલીસ દ્વારા મહિલાઓ અને યુવકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લા કલેકટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકોએ લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ મકવાણા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
![લિંબાયત PI વિનોદ મકવાણાની દબંગગીરી સામે વિરોધ પ્રદર્શન સુરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361343-thumbnail-3x2-police.jpg)
પાંચ દિવસ પહેલા બનેલી આ ઘટનામાં મોડી રાત્રી દરમિયાન યુવકની અટકાયત કર્યા બાદ પરિવારજનો રજૂઆત માટે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તમામ પર લાઠીઓ વર્ષાવી હોવાનો આરોપ છે. દલિત મહિલાઓ, યુવાનો, સામાજિક આગેવાનો અને પત્રકારો સાથે પણ દુર્વ્યહારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લીંબાયત પોલીસ મથકના PI મકવાણા અને PSI રાઠોડ સામે મોરચો કાઢી સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસની દમનગીરીની નીતિ સામે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માગ સાથે અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા સામે વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણનો બનાવ સામે આવતો રહ્યો છે. સ્થાનિકોના રોષ જોતાં પોલીસ કમિશ્નર આર. બી બ્રહ્મભટ્ટ શુ પગલાં ભરશે, તે જોવું રહ્યું.