- દુષ્કર્મ કર્યા બાદ આરોપી થયો ફરાર
- પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
- આરોપીએ બાળકીને રૂ. 50ની આપી હતી લાલચ
બારડોલીઃ સુરત જિલ્લાના કીમમાં વધુ એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. માત્ર 9 વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચારતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકીના માતાપિતા તેણીએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડયા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃબાળકી ગુમ થવાની ફરિયાદ આપનારો પિતા જ નરાધમ નિકળ્યો, દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા ભાગી ગઈ હતી
'માતાપિતાને કહીશ તો મારી નાખીશ' કહી આરોપીએ બાળકીને ધમકી આપી હતી
બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે નરાધમે ત્યાં આવી બાળકીનું મોઢું બંધ કરી તેને ઘરમાં લઈ ગયો હતો. આરોપીએ રૂ. 50 આપવાની લાલચ આપી બાળકીની કહ્યું હતું કે, માતાપિતાને આ અંગે જાણ ન કરતી નહીં તો મારી નાખીશ. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેણીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.