ગુજરાત

gujarat

ETV Bharat / state

એમ્બ્યૂલન્સમાંથી કૂદકો મારતા આરોપીનું મોત - police station

સુરતના કતારગામના અમરોલી વિસ્તાર પોલીસ સ્ટેશનના આરોપીએ ચાલુ એમ્બ્યુલન્સમાંથી કૂદકો મારતા મોત નીપજ્યું હતું. આ આરોપી કોરોના પોઝિટિવ હતો. પોલીસ સારવાર અર્થે આરોપીને હોસ્પિટલમાં ખસેડવા માટે લઈ જતા હતા તે દરમિયાન ઘટના બની હતી.

એમ્બ્યૂલન્સમાંથી કૂદકો મારતા આરોપીનું મોત
એમ્બ્યૂલન્સમાંથી કૂદકો મારતા આરોપીનું મોત

By

Published : Mar 24, 2021, 6:34 PM IST

  • ચોરીના આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
  • પોઝીટીવ આવતા હોસ્પિટલ લઈ જવામાં આવતો હતા
  • અમરોલી પોલીસે આરોપીની અટક કરી હતી

    સુરતઃશહેરમાં મોટા વરાછા ખાતે આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષ પાસે ફૂટપાથ પર રહેતો 24 વર્ષિય યુવાન નાથુ વાબોરની ચોરીના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી. આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા હતા તે દરમિયાન આરોપીએ કતારગામ પોલીસ મથકની હદમાં ચાલુ એમ્બુલન્સએ કૂદકો માર્યો હતો.
    એમ્બ્યૂલન્સમાંથી કૂદકો મારતા આરોપીનું મોત

આ પણ વાંચોઃસુરતનો માથાભારે શખ્સ સજ્જુ કોઠારીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી

પોલીસ આરોપી અંગે વધુ તપાસ હાથ ધરે છે

ઉલ્લેખનિય છે કે આ 24 વર્ષિય યુવાન નાથુ વાબોરને ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું . આ આરોપી મૂળ ભાસવાળા જિલ્લા મોકમપુરા ખુશલગઢ ગામનો વતની છે હાલ કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચોઃસુરતની તાપી નદીમાં યુવાને કૂદકો મારી કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details