સુરત શહેરમાં વેપારીઓ સાથે 21 કરોડ રૂપિયાની(Fraud with traders in Surat ) ઠગાઈ કરનાર આરોપી દુબઈમાં રવી ગોહિલ અને અનસ મોટીયાણી ભાડેથી ફ્લેટ રાખી દુબઈની અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો (Dubai Alwir Vegetable Market)કરતા હતા. વરાછા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામના ફર્મ દ્વારા અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવી કરોડો રૂપિયાનું પેમેન્ટ નહી ચૂકવી ઉઠમણું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઇકો સેલની ટીમે રવીરાજસિહ ઉર્ફે રવી જેઠુભા ગોહિલને ઝડપી પાડ્યો છે.
21 કરોડની ઠગાઈ થઇવરાછા પોલીસ મથકની હદમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં(Varachha Global Textile Market) એડીએચ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામથી વેપાર ધંધો કરતા પ્રોપરાઈટરો અને ભાગીદારો દ્વારા કરોડો રૂપિયાનુંઉઠમણું કરવામાં આવ્યું હતું. આ બાબતે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ ઇકો સેલને સોપવામાં( Fraud in Gujarat )આવી હતી. આ બનાવમાં પોલીસે ભોગબનનારા લોકોનો સંપર્ક કરી તપાસ કરી હતી, 150 જેટલા વિવર્સ જોડે 21 કરોડની ઠગાઈ થઇ હોવાનું બહાર આવ્યું હતું.