સુરત: વરાછા પોલીસ દ્વારા CRPCની કલમ 151 હેઠળ ઉમેશ બચ્ચન યાદવ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. જેમાં પોલીસે યુવકની પૂછપરછ કરી રહી હતી. જે દરમિયાન તેણે બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મચારી ત્યાં લઈ ગયો હતો. જો કે, સમય વીત્યા છતાં તે બહાર આવ્યો નહોતો. જેથી પોલીસ કર્મચારીએ તપાસ કરતા યુવક બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ સમગ્ર પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી, ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં ઉમેશ યાદવને તાત્કાલિક વરાછા પોલીસ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી.
વરાછા પોલીસ મથકમાં આરોપીએ આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસ દોડતી - સુરત
વરાછા પોલીસ મથકમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાથરૂમ જવાનું કહી આરોપીએ ગળાના ભાગે કોઈક કારણોસર હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં બાદમાં તાત્કાલિક આરોપીને સારવાર અર્થે પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં હાલ આરોપીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ મથકમાં આરોપીના આપઘાતનો પ્રયાસ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.
વરાછા
આ ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસ મથકના પીઆઇ, એસીપી તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યારે હોસ્પિટલમાં દાખલ યુવકને તાત્કાલિક ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપી સર્જરી કરવામાં આવી હતી. જ્યાં હાલ યુવકની હાલત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે, પરંતુ યુવકે ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગેનું કારણ હાલ જાણી શકાયું નથી. જે અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યાં છે.
Last Updated : Mar 13, 2020, 10:43 AM IST