સુરત: વેચાણથી જમીન આપવાના બહાને રૂપિયા 12 કરોડ જેટલી રકમ મોટા અડાજણના યુવક પાસેથી પડાવી લેવામાં આવી છે. છેતરપીંડીની ફરિયાદ સીઆઇડીમાં દાખલ કરવમાં આવી હતી. સીઆઇડીએ આરોપી પિન્ટુ દેસાઈની ધરપકડ કરી છે.
સુરતમાં જમીનની કરોડોની છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી મામલે અડાજણના વિપુલ પટેલ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ જમીનના સોદા બાદ માત્ર સાટાખાત કરી આપી રૂપિયા 12 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરવામાં હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા.
સુરતમાં વેચાણથી જમીન આપવાના બહાને 12 કરોડની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ - સુરતમાં જમીન મામલે છેતરપિંડી
સુરતમાં વેચાણથી જમીન આપવાના બહાને રૂપિયા 12 કરોડ જેટલી રકમ મોટા અડાજણના યુવક પાસેથી પડાવી લેવામાં આવી છે. છેતરપીંડીની ફરિયાદ સીઆઇડીમાં દાખલ કરવમાં આવી હતી. સીઆઇડીએ આરોપી પિન્ટુ દેસાઈની ધરપકડ કરી છે.
![સુરતમાં વેચાણથી જમીન આપવાના બહાને 12 કરોડની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ સુરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8760917-1017-8760917-1599808371609.jpg)
સુરત
જમીનના બ્લોક વિભાજનની કામગીરીના કારણે દસ્તાવેજમાં વિલંબ થશે કહી ફરિયાદીને ધક્કે ચઢાવવામાં આવ્યો હતો. દેવાંગ દેસાઈ, પીન્ટુ દેસાઈ સહિત આશિષ દેસાઈ સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમે પીન્ટુ દેસાઈની ધરપકડ કરી છે.