ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું - Accused accused of police torture saved his life

સુરતઃ પોલીસ ટોર્ચરથી કંટાળી સુરતમાં કસ્ટોડિયલ ડેથનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખટોદરા કસ્ટોડિયલ ડેથ બાદ હવે વરાછા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં લવાયેલા આરોપીએ પોલીસ મથકમાં પોલીસ ટોર્ચરથી કંટાળી જીવન ટુંકાવ્યું હતું.

surat
પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું

By

Published : Dec 29, 2019, 6:50 PM IST

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ગંભીર આરોપ લગાવ્યા છે કે, ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે તેમના પુત્રને ગંભીર રીતે માર મારી કરંટ આપતા તેણે આ પગલું ભર્યું છે. મૃતક બેરોજગાર રત્નકલાકાર હતો.

પોલીસ ટોર્ચરથી કંટાળી આરોપીએ જીવન ટુંકાવ્યું

આરોપી બ્રિજેશ રત્ન કલાકાર હતો. દિવાળી પહેલા તેને નોકરી ગુમાવી હતી. તેવુ પરિવારના સભ્યોએ જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસ પહેલા જ ત્રણ આરોપીઓની ઘરફોડ ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી. જેમાંથી એક બ્રિજેશ હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે, 2 કતારગામ, વરાછા અને એક ચોક બજાર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બ્રિજેશ સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને વધુ તપાસ માટે વરાછા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. બ્રિજેશને જ્યારે વરાછા પોલીસ મથકમાં 26મી તારીખ સોપવામાં આવ્યો, ત્યારે તેના રિમાન્ડ મેળવ્યા બાદ 11:15 કલાકે પોલીસને આત્મહત્યા કરી હોવાની જાણ થઇ હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસ ટોર્ચરના કારણે ખટોદરા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયું હતું, ત્યારે થોડા મહિના બાદ હવે વરાછા પોલીસ મથકમાં આત્મહત્યાના બનાવના કારણે ફરી એક વખત સુરત પોલીસ વિવાદમાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP બેન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. આ સાથે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details