- સુરતના અડાજણ પોલીસે દારૂ પીધેલા બે આરોપીઓને પકડ્યા હતા
- મેડીકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા
- એક આરોપી સિવિલ હોસ્પિટલમાંથી બારીના કાચ તોડી ફરાર
સુરત : સિવિલ હોસ્પિટલમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અડાજણ પોલીસે દારૂ પીધેલા(Adajan police alcohol case) બે આરોપીઓને પકડ્યા હતા અને મેડીકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) લાવવામાં આવ્યા હતા. જ્યાં એક આરોપી કુદરતી હાજતે જવાની વાત કરતા બાથરૂમમાં લઇ જવાયો હતો. જ્યાંથી આરોપી બારીના કાચ તોડી બારીમાંથી ભાગી છુટ્યો હતો.
હોસ્પિટલમાંથી આરોપી ફરાર
આ આરોપીઓને મેડીકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પરંતુ આ ચતૂર આરોપી કુદરતી હાજતેનું બહાનું કાઢીને બાથરૂમમાંથી બારીના કાચ તોડી બારીમાંથી ભાગી(accused absconding from Civil hospital in surat) છુટ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલસીકર્મીઓ આરોપીને પકડવા દોડ પણ મુકી હતી પરંતુ આરોપી હોસ્પિટલની દીવાલ ઓળંગી ફરાર થતા પોલીસને સફળતા ન મળી.