સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટીર સોસાયટીમાં પરિવાર સુઈ રહ્યું હતું. ઘરના મોભી મોર્નીગ વોક માટે બહાર ગયા હતા. જ્યારે પત્ની અને પુત્ર ઘરમાં જ સુઈ રહ્યાં હતાં. આ દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં તેમને પત્ની અને પુત્રને ચપ્પુની અણીએ બંધક બનાવી દીધા હતા. બાદમાં કબાટમાંથી રોકડ અને સોનાના દાગીના મળી કુલ્લા રૂપિયા 8 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.
સુરતમાં ગુનેગારો બેફામ, ચપ્પુની અણીએ 8 લાખની લૂંટ
સુરત: શહેર દિનપ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસના પેટ્રોલિંગ વચ્ચે પણ આરોપીઓ ગુનાખોરીઓને અંજામ આપી ભાગી છૂટી રહ્યાં છે. ઉધના વિસ્તારમાં તસ્કરે ઘરમાં સુતેલા પરિવારને ચપ્પુની અણી એ રૂપિયા 8 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આરોપી બાઈક પર ભાગતા CCTVમાં કેદ થયા હતા.
સુરત
ઘરના મોભી જ્યારે મોર્નીગ વોક પરથી પરત આવ્યા ત્યારે તેમને લૂંટની ઘટનાની જાણ થઈ હતી. તેમને તાત્કાલિક ઉધના પોલીસને લૂંટની ઘટના અંગે જાણ કરી હતી. લૂંટની ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ અને ઉપરી અધિકારીની ટીમે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી હતી. એક મહિના બાદ પરિવારમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી. હાલ પોલીસ તપાસ દરમિયાન આરોપી બાઈક પર ભાગતા CCTVમાં નજરે પડી રહ્યા છે. પોલીસે બાયકના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.