- હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત
- ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધી કલોક લોકોની સેવા કરી રહ્યા
- હીરાઉદ્યોગના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ લોકડાઉનને ખૂબ જ જરૂરી જણાવી
સુરત :આખા ગુજરાતની પરિસ્થિતિ કોરોનાના કારણે કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત છે. હોસ્પિટલમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધી કલોક લોકોની સેવા કરી રહ્યા છે. પરંતુ તેઓ પણ હાલ લોકડાઉન લગાડવા સરકારને અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે હીરાઉદ્યોગના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ પણ લોકડાઉનને ખૂબ જ જરૂરી જણાવ્યું છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રત્નકલાકારો પણ સુપર સ્પ્રેડર બની ગયા છે. આવી સ્થિતિમાં ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ લોકડાઉનને એક માત્ર ઉપાય ગણાવ્યો છે.
આ પણ વાંચો : લોકડાઉનના ભય અને કોરોના ટેસ્ટિંગની હેરાનગતિને કારણે ઝારખંડના શ્રમિકો વતન પરત ફર્યા