ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદના પગલે સુરત જિલ્લાના બ્રિજ પર અકસ્માત - Surat district due to rain

વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સુરત શહેર અને જીલ્લામાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. વહેલી સવારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે વરસાદી વાતાવરણમાં શહેરના બ્રીજ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 3 કાર સહિત 1 સ્કૂલ વાન અને 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

surat
કમોસમી વરસાદના કારણે સુરત જિલાની બ્રિજ પર અકસ્માત

By

Published : Mar 6, 2020, 11:32 AM IST

Updated : Mar 6, 2020, 11:43 AM IST

સુરત : વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સને પગલે હવામાન વિભાગે અગાઉથી આગાહી કરી હતી. તે મુજબ ગુજરાતના અનેક શહેરમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. તે દરમિયાન ગુજરાતના અમદાવાદ સહિતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

કમોસમી વરસાદના પગલે સુરત જિલ્લાના બ્રિજ પર અકસ્માત

શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માવઠું જોવા મળ્યું હતું. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. કેટલાક વિસ્તારમાં વરસાદ એટલો ધોધમાર હતો કે, રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ માવઠાના કારણે ખેડૂતોમાં ચિતાનું મોજું પણ ફરી વળ્યું હતું.

જેમાં માવઠાને કારણે એક તરફ નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. તો બીજી તરફ જિલ્લાની બ્રીજ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 3 ફોર વ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 1 કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા 3 કાર એક પછી એક અથડાઈ હતી.

જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી, પરંતુ અકસ્માતના પગલે બ્રીજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ત્રણ કારમાં એક સ્કુલવાન હતી, પરંતુ તેમાં બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના પણ ટળી હતી.

Last Updated : Mar 6, 2020, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details