ગુજરાત

gujarat

ETV Bharat / state

શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત 2ના મોત

ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ડ્રાઈવર સહિત 2 વયક્તિનું દબાઈ જવાથી સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત બેના મોત
શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતા ચાલક સહિત બેના મોત

By

Published : Mar 22, 2021, 11:00 PM IST

  • વેલંજાથી શેરડી ભરી સાયણ સુગર ફેકટરીમાં જઈ રહ્યું હતું ટ્રેકટર
  • ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેકટર પલટી ગયું
  • શેરડી નીચે દબાય જવાથી થયું મોત

સુરત: જિલ્લાના ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની સરહદે શેરડી ભરીને રહેલ સુગર ફેકટરીનું ટ્રેક્ટર સાયણ વેલંજા રોડ ઉપર જમણા કાંઠાની નહેર નજીક ટ્રેકર અને ટ્રેલર ખાડામાં ઉતરી ગયું હતું. જેમાં ચાલક અને અન્ય એક શખ્સ શેરડી નીચે દબાઈ જતાં તેનું મોત નીપજયું હતું.

આ પણ વાંચોઃ નવસારીના ગુરૂકુળ સુપા બ્રિજ પર એસટી બસ અને મોપેડનો અકસ્માત,મહિલાનું મોત

બન્ને મૃતકો મૂળ ડાંગ જિલ્લાના રહેવાસી

ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની સરહદમાં વેલંજાથી સાયણ જતાં રોડ ઉપર સાયણ સુગર ફેકટરીનું એક ટ્રેકટર નંબર GJ-05-C-9141 તથા ટ્રેલર નંબર GQC-9107માં શેરડી ભરીને ટ્રેકટરનો ચાલક યાકુબભાઈ ઊખરડાભાઈ ગાંગુડા (હાલ રહે, ભારૂંડીગામ શેરડી કાપવાના પડાવમાં, મૂળ રહે, દબાસ તા-આહવા, જી-ડાંગ) તેમજ મહેશભાઇ રમણભાઈ પવાર (હાલ રહે, સાયણ સુગર ફેક્ટરી, મૂળ રહે, પીપલિયામાળા ગામ, તા-આહવા) ટ્રેકટરમાં શેરડી ભરી વેલંજા તરફથી સાયણ તરફ જતાં હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

કાકરાપાર જમણાકાંઠાની કેનાલ નજીક યાકુબે શેરડી ભરેલા ટ્રેકટરના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર નહેરની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગયું હતું. જેને લઈ ટ્રેકટરના પાછળના ભાગનું ટ્રેલર ઊંચું થઈ જતાં તેમાં ભરેલી શેરડી ટ્રેકટર ઉપર પડતાં મહેશ અને યાકુબ શેરડી નીચે દબાઈ જતાં બન્નેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details