સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 35 વર્ષીય શ્યામ સુંદર પાસવાન જેઓ ગઈકાલે રાત્રે પોતાના સાઈટ ઉપર કામ કરીએ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને કોઈ અજાણ્યાવાહન ચાલકે ટક્કરમારતાં (Accident in Hazira)ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital )લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને હોસ્પિટલ દ્વારા યોગ્ય સારવાર ન આપતા તેમનું મોત થયું હતું. જેને લઇને પરિવાર દ્વારા હોસ્પિટલના મેડિકલ ડોક્ટરો યોગ્ય સારવાર નથી મળી તેવા આક્ષેપો કર્યાં છે. હાલ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. પરિવારે કહ્યું કે હવે આના માટે મોતનો જવાબદાર કોણ.
એક થી દોઢ કલાક સુધી એક પણ ડોક્ટર આવ્યા નહીં -આ બાબતે મૃતક શ્યામ સુંદર પાસવાનના મોટાભાઈ ગૌરી પાસવાને જણાવ્યુકે ગઈ કાલે મારો ભાઈ ચાલતો જઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેનું તે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત પલસાણા ઇટારવા(Accident palsana) થયું હતું. ત્યાંથી અમે લોકો 108માં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. એક થી દોઢ કલાક સુધી એક પણ ડોક્ટર આવ્યા ન હતા. અન્ય બીજા ડૉક્ટર હતા તેમણે મલમપટ્ટી કર્યું હતું. તેમનાં માથામાં અને પગ ટુટી ગયો હતો. અમે મૂળ બિહારના દરભંગાના છીએ. આ માટે હું ડોક્ટરો અને ગાડીવાળાને જીમેદરી માનું છું. કારણ કે ડોક્ટર જો સમય ઉપર હોતે તો તેમનું ટ્રીકમેન્ટ થઇ શકતું હતું.