ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident: વલવાડા ગામ નજીક ગાંધીનગરથી શિરડી જઈ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત - Cane from Gandhinagar near Valvada village

ગાંધીનગરથી સાપુતારા-શિરડી જઈ રહેલા યાત્રિકોને સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામ નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બસ ખાડીના પુલ પર લટકી ગઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

વલવાડા ગામ નજીક ગાંધીનગરથી શેરડી જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો
વલવાડા ગામ નજીક ગાંધીનગરથી શેરડી જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો

By

Published : Aug 17, 2023, 10:10 AM IST

Updated : Aug 17, 2023, 11:14 AM IST

વલવાડા ગામ નજીક ગાંધીનગરથી શેરડી જઈ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો

સુરત:અકસ્માતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મહુવા - અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. ગાંધીનગરના યાત્રિકો સાપુતારા અને શિરડી જઈ રહ્યા હતા. તે દરમિયાન મહુવા તાલુકાના વલવાડા ગામ નજીક તેમને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસના આગળનું એક ટાયર ખાડીના પુલ નીચે ઉતરી ગયું હતું. જેને લઈને લક્ઝરી બસમાં રહેલા યાત્રિકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા.

સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર: તમામ યાત્રિકોને હેમ-ખેમ લકઝરી બસમાં નીચે ઉતારવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. બધા જ યાત્રિકો સહી સલામત બસમાંથી બહાર આવી ગયા હતા. જોકે આ અકસ્માતની ઘટનામાં બે યાત્રિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મહુવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મહુવા પોલીસ મથકના પીએસઆઈ વિજય સેંજલ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

"આ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી. હાલ લક્ઝરી બસને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બસમાં સવાર યાત્રિકો ગાંધીનગરથી શિરડી જઈ રહ્યા હતા.લક્ઝરી બસને બહાર કાઢ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે"--વિજય સેંજલ (મહુવા પોલીસ મથકના પીએસઆઈ)

બીજી લક્ઝરી બસની વ્યવસ્થા: લક્ઝરી બસમાં રહેલા યાત્રિકો સહી સલામત નજરે ચડતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ માનવતાના ધોરણે તરત તમામ યાત્રિકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ યાત્રિકો માટે તરત બીજી લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં ક્રેનને લાવી લક્ઝરી બસ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે લક્ઝરી બસને ખેંચવામાં આવી રહી હતી તે દરમિયાન સાંકળ તૂટી જતાં બસ વધુ નીચે ઉતરી ગઈ હતી. બાદમાં તરત બીજી ક્રેન લાવવામાં આવી હતી.

  1. Surat Accident News : ઘલા ગામ નજીક ઇકો કાર શેરડીના ખેતરમાં પલ્ટી મારી, બે વ્યક્તિને ઇજા
  2. Surat News : દેશના સૌથી લાંબા ડેડીકેટેડ BRTS કોરીડોરમાં 2025 સુધીમાં દોડશે માત્ર ઈલેક્ટ્રિક બસો, બસમાં કેવી હશે સુવિધા, જાણો
Last Updated : Aug 17, 2023, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details