ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બે પોલીસ કર્મચારી લાંચ લેતા ACB ટીમે રંગેહાથ ઝડપ્યા - લોકરક્ષક દળ

સુરત ઉમરા પોલીસ સ્ટેશનના (Umra Police Station Surat) બે પોલીસ કર્મચારી પૈકી એક પોલીસ કર્મચારી ફરિયાદી પાસે 20,000 રૂપિયાની લાંચ લેતા ACB ટીમે (ACB Team) ઝડપી પડ્યો હતો. આ ટ્રીપમાં બીજો પોલીસ કર્મચારી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલ ACB ટીમે તે પોલીસ કર્મચારીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં બે પોલીસ કર્મચારી લાંચ લેતા ACB ટીમે રંગેહાથ ઝડપ્યા
સુરતમાં બે પોલીસ કર્મચારી લાંચ લેતા ACB ટીમે રંગેહાથ ઝડપ્યા

By

Published : Jan 19, 2022, 3:42 PM IST

સુરત: ઉમરા પોલીસ સ્ટેશનના (Umra Police Station Surat) સીટી લાઈટ વિસ્તારમાં સ્થિત જમનાનગર પોલીસ ચોકીમાં (Jamnagar police station) ફરજ નિભાવતા બે લોકરક્ષક દળના (Lokarakshak Dal) જવાન પૈકી એક લોકરક્ષક જવાનને 20,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો જવાન સ્થળ પર મોજૂદ ના હોવાથી તેને ACB ટીમે ડિટેન કર્યો હતો.

આરોપીઓએ ફરિયાદીને આપી હતી ધમકી

ACBએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા બન્ને પોલીસ કર્મચારીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને પૈસાની લેવડ દેવડ મામલે અરજીની તપાસ કરતા હોવાનું બહાર આવ્યું છે. સાથે જ જો આ અરજીનો નિકાલ કરવો હોય તો મને 20,000 આપવા પડશે અને નહીં આપે તો ફરિયાદી વિરુધ્ધ ગુનો દાખલ કરવાની ધમકી આપી દબાણ આપ્યું હતું.

ફરિયાદીએ લીધી ACBની મદદ

લોકરક્ષક દળના બે જવાનો સાથે મળી ફરિયાદીને ધમકી આપતા તેણે ACB ટીમની મદદ લીધી હતી અને બન્ને રંગેહાથ દબોચવા માટે યોજના ઘડી હતી. જેમાંથી એક જવાન લાંચ પકડાય ગયો હયો અને બીજા આરોપીને તાત્કાલિક ડિટેન કર્યો હતો.

ACB ટીમે આરોપી વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી

આ લાંચ લેતા ઝડપાયેલા લોકરક્ષક દળના જવાનના નામ છે, અમીત રબારી ઉમરા પોલીસ સ્ટેશનમાં અને બીજો એજાઝ જુનેજા ઉમરા પોલીસ સ્ટેશ ફરજ પર છે. આ બન્નેમાંથી એકને ઝડપી અને બીજા આરોપીને ડિટેન કરી ACB ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

Drugs Chapter: સૌરાષ્ટ્રના 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે ઈસમોને ATS એ ઝડપી પાડ્યા

Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details