ભરતી કાયમી કરવામાં આવે તે માંગ સુરત : સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં બાદ જે વિદ્યાર્થી, શિક્ષકોએ TET TAT ની પરીક્ષા પાસ કરી હતી, તેઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર હશે તેવી વાતને લઈને કલેક્ટર કચેરી વિરોધ કરી રહ્યા છે. જેની સામે કલેક્ટર મારફતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.
કાયમી ભરતીની માગણી : તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેટ અને ટાટની જે પણ ભરતીઓ કરવામાં આવી રહી છે. તે ભરતી કાયમી કરવામાં આવે તે માંગ સાથે વિરોધ કરી કલેક્ટર મારફતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. જો કાયમી ભરતી કરવામાં નહીં આવે તો ટેટ અને ટાટના શિક્ષકોનું ભવિષ્ય અંધકારમાં જતો રહેશે. કાયમી ભરતી કરવામાં નહીં આવે તો ટેટ અને ટાટના શિક્ષકોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે તેવી રજૂઆતો થઇ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના હેઠળ જે ટેટ અને ટાટ ઉમેદવારની 11 મહિના માટે શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યાં છે. તે ખરેખર ખૂબ નુકસાનકારક છે. તેઓને ભવિષ્યમાં ખૂબ જ ખૂબ જ તકલીફ પડી શકે છે. પરંતુ હાલ પણ રાજ્ય સરકાર દ્વારા ટેટ અને ટાટની ભરતી કરવામાં આવી રહી છે. જે ભરતી ફક્ત પાંચ મહિના માટેની જ હશે. ત્યારબાદ તેમનું કોઈ ભવિષ્ય રહેશે નહીં. આ બાબતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જે પણ ભરતી કરવામાં આવે તે હવે કાયમી ધોરણે કરવામાં આવે તેવી માંગ છે. આજે સમગ્ર રાજ્યમાં આજ રીતે વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારા દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરી વિરોધ દર્શાવવામાં આવશે...મયંક ચૌધરી (એબીવીપી, પ્રાંતમંત્રી )
11 મહિનાની નોકરીનો વિરોધ : ત્યારે આ મામલાને વધુ એકવાર લઇને સુરત ABVP દ્વારા ટેટ અને ટાટના પરીક્ષાર્થીઓને ન્યાય આપવામાં આવે અને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી રજૂઆત માટે સુરત કલેક્ટર કચેરી પર મોરચો લઈને પહોંચ્યાં હતાં. અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં બાદ જે વિદ્યાર્થી, શિક્ષકોએ TET TAT ની પરીક્ષા પાસ કરી હતી તેઓને 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર હશે તેવી વાતને લઈને કલેક્ટર કચેરી વિરોધ લાંબા સમયથી થઇ રહ્યો છે. આ બાબતને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત મંત્રી મયંક ચૌધરીએ વાતચીત કરી હતી.
- Protest Rally at Navsari : જ્ઞાન સહાયક ભરતી યોજનાનો વિરોધ, ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
- Gandhinagar News : ગાંધીનગરમાં જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતાં ઉમેદવારોને એસપી કચેરી બેસાડી દીધાં, વ્યથા અને આક્રોશનો જુવાળ
- Banaskantha News : TET અને TAT પાસ વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું