સુરતઃ ડિંડોલી વિસ્તારમાં પોલીસ, મેજિસ્ટ્રેટ અને ડીડીઓની હાજરીમાં સતત બે કલાક સુધી એક બાળકના મૃતદેહની શોધખોળ ચાલી હતી. આ બે કલાક દરમિયાન આશરે ત્રણ બાળકોની કબર ખોદવામાં આવી, પરંતુ જે તે બાળકનો મૃતદેહ નહીં મળતા આખરે કબર ખોદવાની કામગીરી તંત્ર દ્વારા રોકવામાં આવી હતી.
બાળકના મૃતદેહની શોધખોળ ત્રણ બાળકોની કબર ખોદવામાં આવી, DNA ટેસ્ટ કરવાની માગ કરી આશરે બે કલાક સુધી ડિંડોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને મેજિસ્ટ્રેટ કબ્રસ્તાનમાં એક બાળકનો મૃતદેહ શોધી રહ્યા હતા. મૃતક બાળકના માતા -પિતાની હાજરીમા કબ્રસ્તાનમાં કબર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માતા-પિતાએ જે જગ્યાએ બાળકની કબર હોવાનું જણાવ્યું હતું. તે કબરને ખોદવામાં આવી,પરંતુ બાળકનો મૃતદેહ ત્યાં મળ્યો ન હતો.
આશરે ત્રણ કબરો ખોદી પરંતુ, અન્ય બાળકોના મૃતદેહ મળ્યા, પરંતુ પાટીલ પરિવારના બાળકનો મૃતદેહ નહી મળતા લોકોની ધાર્મિક અને વ્યક્તિગત ભાવના ના દુભાય તે માટે અન્ય સ્થળે કબર ખોદવાની કામગીરી તંત્રે રોકી હતી.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, દોઢ વર્ષના બાળકનો મૃતદેહ કબરમાંથી કાઢવા માટે તંત્ર હેરાન થઈ રહ્યું હતું. આખરે બાળકના મૃત્યુના બે મહિના બાદ તેની કબર શોધવા માટે તંત્ર શા માટે મહેનત કરી રહ્યું હતું. આ ઘેરાયેલ પ્રશ્નો પાછળના જવાબ હતો, દોઢ વર્ષીય બાળકના બે માસ અગાઉના મોત અને બાળકના સાચા પિતાની ઓળખ જાણવા માટે બે માસ પહેલા શ્વાસ નલિકામાં માતાનું દૂધ ફસાઈ જવાથી દોઢથી બે માસના બાળકને પરિવાર તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.બાળકના માતા-પિતા વચ્ચે તકરાર એટલી હદે વધી ગઇ હતી કે, પિતાએ બાળક પોતાનો હોવાનો અસ્વીકાર કર્યો હતો. જેથી માતાએ પોલીસ અને કોર્ટમાં અરજી કરી DNA ટેસ્ટ કરવાની માગ કરી હતી.
આ ઘટનામાં માતા-પિતા ચોક્કસ ના હતા કે, તેઓએ પોતાના મૃત બાળકના મૃતદેહને ક્યાં અને કઈ કબરમાં દફનવિધિ કરી હતી. એક બાદ એક કબરો તંત્રની અને પોલીસની હાજરીમાં ખોદવા છતાં મૃતદેહ નહી મળતા કામગીરી પર પૂર્ણવિરામ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સુરતમાં બનેલી આ ઘટના લોકોમાં પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો.